• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

વીબીસી-ભુજ સમાજની બોક્સ ક્રિકેટ ટૂર્ના. યોજાઈ : યુવક મંડળનું આયોજન

ભુજ, તા. 23 : વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજ દ્વારા શરદબાગ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચાર કેટેગરીની કુલ 44 ટીમના 325 ખેલાડીએ ભાગ લીધો હતો. પ્રોજેક્ટ ચેરમેન નીરજ દોશી અને મહેશ ગાંધી રહ્યા હતા. ખેલાડીઓની પસંદગી ઓક્શન પદ્ધતિ દ્વારા થઈ હતી. શ્રીયા રાજેશ મહેતાએ ટેકનિકલ સહયોગ આપ્યો હતો. યુવક મંડળના પ્રમુખ આશિષ બાબરિયાએ ટોસ ઉછાળ્યો હતો.  કિડ્સ કેટેગરીમાં મહેતા ટાઈટન્સ ચેમ્પિયન અને કુબડિયા ફાઈટર્સ રનર્સઅપ રહી હતી. બેસ્ટ બેટ્સમેન મન ધર્મિન સંઘવી, બેસ્ટ બોલર માહિર નીરજ દોશી અને મેન ઓફ ધ સિરીઝ તરીકે દર્શ સમીર પારેખ થયા હતા. ફિમેલ કેટેગરીમાં વોરિયર્સ ચેમ્પિયન તથા ધ ઓપનર્સ રનર્સઅપ રહી હતી. બેસ્ટ બેટર નંદી કિરણ બાબરિયા, બેસ્ટ બોલર કેની હિરેન દોશી અને મેન ઓફ ધ સિરીઝ રીવા ધર્મેશ પારેખ થયા હતા. મેલ 45 વર્ષથી ઉપરની કેટેગરીમાં ફ્રેન્ડ્સ ઈલેવન ચેમ્પિયન તથા જેડી'સ દોશી સ્ટ્રાઈકર રનર્સઅપ રહી હતી. બેસ્ટ બેટ્સમેન પરાગ બાબરિયા, બેસ્ટ બોલર દીપેશ મોરબિયા તથા મેન ઓફ ધ સિરીઝ રાજેશ પ્રભુલાલ મહેતા થયા હતા. મેલ ઓપન કેટેગરીમાં નવકાર સ્ટ્રાઈકર ચેમ્પિયન તથા અનંત ટાઈટન્સ રનર્સઅપ રહી હતી. બેસ્ટ બેટ્સમેન રાજ અરવિંદ મહેતા, બેસ્ટ બોલર દીપ ભરત મોરબિયા અને મેન ઓફ ધ સિરીઝ જીનય સંદીપ દોશી થયા હતા. આશિષભાઈએ પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે મોટા સમાજના ઉપપ્રમુખ મહેશ મહેતા, મહામંત્રી સંદીપ દોશી, ભુજ વાગડ બે ચોવીસી સમાજના ઉપપ્રમુખ ફતેહચંદ બાબરિયા તથા તેમની ટીમ, મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન ખંડોર તથા તેમની ટીમ તેમજ યુવતી મંડળના પ્રમુખ નેહલબેન શેઠ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. સંચાલન નીરજ દોશી અને મહેશ ગાંધીએ, આભારવિધિ મંત્રી આદર્શ સંઘવીએ કર્યા હતા તેવું જૈન અગ્રણી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

Panchang

dd