નવી દિલ્હી, તા. 23 : `નેશનલ ડે' એટલે કે, `રાષ્ટ્રીય અવકાશ દિવસ'ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશ
અને વૈજ્ઞાનિકોને વધામણી આપી હતી. મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાના
વખાણ કરતાં કહ્યું હતું કે, દેશનું અવકાશ ક્ષેત્ર હવે દુનિયાના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા
માંડયું છે. આ નવા કાળચક્રની શરૂઆત છે. સાથોસાથ નવી ટેકનિક્સ વિકસિત કરતી જેન-ઝીની
પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે,
2047 સુધી વિકસિત ભારત નિર્માણનાં
લક્ષ્યમાં અવકાશ ક્ષેત્રની મહત્ત્વની ભૂમિકા રહેશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો) દેશની નવી
પેઢીના વૈજ્ઞાનિકોને પ્રેરિત કરી રહ્યું છે. આજે જેનઝેડના ઈજનેર, ડિઝાઈનર, કોડર, વૈજ્ઞાનિકો જવી
ટેકનિક્સ વિકસિત કરી રહ્યા છે, તેવું મોદી બોલ્યા હતા. પીએમ મોદીએ
કહ્યું હતું કે, દેશના યુવાનો પ્રોપલ્શન સિસ્ટમ, કમ્પોઝિટ સામગ્રી, માર્કેટના ચરણ, સેટેલાઈટ પ્લેટફોર્મ જેવાં ક્ષેત્રોમાં કામ કરીને વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યા
છે.