નવી દિલ્હી,
તા. 15 : મનરેગાનું
નામ બદલવાની પહેલથી નારાજ કોંગ્રેસે જોશભેર વિરોધ કરતાં મોદી સરકાર પર પ્રહાર કર્યા
હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમે સંસદથી સડક સુધી આકરો વિરોધ કરીશું. ખડગેએ નવા ખરડાને મનરેગાને ખતમ કરવાનું
`ભાજપ-આરએસએસનું ષડયંત્ર લેખાવ્યો
હતો. આ યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવા પાછળ સરકારની નિયત શું છે, તેવો સવાલ પ્રિયંકા ગાંધીએ કર્યો હતો. નામ બદલવાથી સરકારી સંસાધનોનો ફરીથી
ખર્ચ થાય છે. કાર્યાલયથી માંડીને સ્ટેશનરી સુધી દરેક જગ્યાએ નામ બદલવું પડે છે. આ એક
ઘણી મોંઘી પ્રક્રિયા છે. આવું કરવાનો ફાયદો શું છે, તેવો સવાલ
કોંગ્રેસ મહામંત્રીએ કર્યો હતો. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે પણ
મોદીરાજ પર નિશાન સાધ્યું હતું. તૃણમૂલે સાંસદ ડેરેકઓ બ્રાયને આરોપ મૂકયો હતો કે,
આ ગાંધીજીનું અપમાન છે.