નવી
દિલ્હી, તા. 1પ
: ભારતીય સેનાને બહુ જલ્દી અમેરિકાથી ત્રણ અપાચે એએચ-64 હેલિકોપ્ટર મળવા જઈ રહ્યાં છે. આ ઉપરાંત નૌસેના એનએચ-60આર સીહોક સબમરિન હંટિંગ ચોપરનાં બીજા બેડાંને પણ આમેજ
કરશે. ભારતીય સેનાં પોતાની તકાતમાં ઈજાફો કરવા માટે એક પછી એક ઘાતક હેલિકોપ્ટરને પોતાનાં
દળોમાં જગ્યા આપી રહી છે. કહેવાય છે કે, 2028થી
ભારતીય વાયુસેના પોતાનાં બેડાંમાં 156 પ્રચંડ
લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટરને પણ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. આવનારા 10થી 1પ
વર્ષમાં ભારતીય સેનામાં વિભિન્ન પ્રકારનાં 1000 હેલિકોપ્ટર
સેનામાં જોડવાની યોજના છે.