• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

મેઘપર કુંભારડીની અનેક સોસાયટીઓ પાયાની સવલતોની રાહ જોઈ રહી છે

અંજાર, તા. 25 : તાલુકાના મેઘપર કુંભારડીના અનેક સાસોયટી વિસ્તારમાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં પાયાની સવલતોના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંજારથી ગળપાદર તરફ જતા ચારમાર્ગીય રસ્તા નજીક મકલેશ્વર મહાદેવ મંદિરના સામેના ભાગે આવેલી અનેક સોસાયટીમાં સંબંધિત તંત્ર દ્વારા પાયાની સવલતો પૂરી પાડવામાં આવતી નથી. ગોપાલપાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પેયજળ ન મળતાં સ્થાનિકોને ના છુટકે મોંઘાદાટ ટેન્કરો ઉપર આધારિત રહેવું પડે છે. સ્થાનિક જયેશભાઈ ભટ્ટે કહ્યંy હતું કે, વોર્ડ નં. 12માં પીવાના પાણીની સમસ્યા છે. અનેક વખત ફરિયાદો કરાઈ છે, જેનું કોઈ પરિણામ આવ્યું નથી. ગોપાલપાર્ક સોસાયટીમાં સફાઈ માટે ગ્રામપંચાયત દ્વારા કોઈ ખાસ દરકાર ન લેવાતાં કચરાના ગંજ ખડકાયા છે. આ ઉપરાંત અહીં અનેક પાયાની સુવિધાઓનો અભાવ છે. મેઘપર બોરીચી અને કુંભારડીના અનેક વિસ્તારો ઉભરાતી ગટર,વરસાદી પાણીનો ભરાવો સહિતના પ્રશ્નોથી ઘેરાયેલા છે.ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના ઉકેલની દિશામાં કાર્યવાહી હાથ ન ધરાતી હોવાના આક્ષેપો ઉઠયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang