• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

આંધ્રપ્રદેશમાં સ્થપાશે દેશની પહેલી એઆઈ યુનિવર્સિટી

નવી દિલ્હી, તા. 15 : જે રીતે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ) માનવીય જીવન સાથે વણાઈ રહ્યું છે તે જોતાં ભવિષ્યમાં શાળા-કોલેજોના અભ્યાસમાં તેની જરૂરિયાત રહે તે બાબતને ધ્યાનમાં રાખી આંધ્રપ્રદેશના અમરાવતીમાં દેશની પહેલી એઆઈ યુનિવર્સિટી સ્થાપવા આંધ્રપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે. આ યુર્નિ નિર્માણમાં દુનિયાની સૌથી મોટી કોમ્યુટર ચિપ નિર્માતા કંપની એનવીડિયા સરકારને મદદ કરશે, તો માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પણ આધારશિલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. એક મીડિયા હેવાલ મુજબ, આંધ્ર સરકારના સચિવ ભાસ્કર કટમનેનીએ જણાવ્યું હતું કે, આ  એઆઈ યુનિ. આઈઆઈટી, આઈઆઈઆઈટીથી એકદમ અલગ હશે, જ્યાં માત્ર ગ્રેજ્યુએશન નહી, પણ ધોરણ 8થી જ એઆઈ સમજનારા બાળકોને એડમિશન અપાશે, જેમને પીએચડી સુધીનો અભ્યાસ કરાવાશે. આ યુનિ.માં દેશનું સૌથી મોટું લેન્ગુએજ મોડેલ તૈયાર કરાશે, જે ચેટજીપીટી અને જેમિનાઈથી આગળ ભારતીય ભાષાઓ, સંસ્કૃતિ અને સામાજિક જરૂરિયાતો અનુરૂપ હશે. આ યુનિ.ના માધ્યમથી દેશ-દુનિયાના 500 એઆઈ સ્ટાર્ટઅપ્સને પણ મદદ અપાશે. 

Panchang

dd