નવી દિલ્હી, તા. 16 : ભારત
દેશ-દુનિયાભરના 30 દેશોના આઈટી જગતના દિગ્ગજોનું યજમાન બન્યું છે. આર્ટિફિશિયલ
ઈન્ટેલિજન્સ (એઆઈ)ના વિશ્વના સૌથી મોટા શિખર સંમેલનનો સોમવારે દિલ્હીમાં પ્રારંભ
થયો હતો. વિશ્વની 300થી વધુ હાઈટેક કંપનીના `ટેકનોક્રેટ' પ્રતિનિધિઓની ઉપસ્થિતિ
વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંચ પરથી એઆઈ ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વનો સંદેશ
આપ્યો હતો. એઆઈનાં ક્ષેત્રોમાં ભારત દુનિયાનું ધ્યાન ખેંચશે, તેવો વિશ્વાસ મોદીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને શિખર સંમેલન ઈન્ડિયા એઆઈ,
ઈમ્પેકટ સમીટને સંબોધતાં કહ્યું હતું કે, એઆઈનાં
ક્ષેત્રમાં ભારતની પ્રગતિ મહત્ત્વકાંક્ષા તેમજ જવાબદારી બન્ને બતાવે છે. હજુ
ગઈકાલે જ ભારતના વખાણ કરનાર સંયુક્ત રાષ્ટ્રના વડા અન્ટોનિયો ગુટરેસ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રોંની સાથોસાથ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ,
માઈક્રોસોફટના મોવડી બિલગેટ્સ, ઓપન એઆઈના
પ્રમુખ સેમ ઓલ્ટમેન સહિત અનેક ટેકનોક્રેટ દિગ્ગજો ભારતના મહેમાન બનશે. પાંચ દિવસ
એટલે કે, 20મી ફ્રેબુઆરી સુધી ચાલનારા આ શિખર સંમેલન દરમ્યાન દુનિયાભરની
કંપનીઓ પોતાનાં અત્યાધુનિક એઆઈ મોડેલ્સ,
સોલ્યુશન્સ ભારતમાંથી વિશ્વ સમક્ષ રજૂ કરશે. પ્રદર્શન, નિદર્શનમાં સામાન્ય લોકો જોઈ, જાણી અને સમજી શકશે કે
એઆઈ વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરીને ઉપયોગી બની શકે છે. ભવિષ્યમાં એઆઈથી
ખેતી, આરોગ્ય, શિક્ષણ જેવાં
ક્ષેત્રોમાં ધ્યાન ખેંચનારા સુધારા અને બદલાવ લાવીને જીવન વધુ સરળ કેમ બનશે તેની
સમજ મળશે. અંદાજિત 70,000 વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલા
એક્સ્પોમાં 30થી વધારે દેશની 300થી વધુ કંપનીઓ ભાગ લેશે, જેમાં લોકો લાઇવ ડેમો
જોઈ શકશે કે, એઆઈ હકીકતની દુનિયામાં કેવી રીતે કામ કરી શકે
છે. છાત્રો અને યુવાનો માટે વાઇયુવીએઆઇ અને એઆઈ ફોર ઓલ જેવા કાર્યક્રમ આયોજિત
કરવામાં આવશે. જેનાથી યુવાનોને સમજાવવામાં આવશે કે, એઆઈ
ટૂલ્સનો ઉપયોગ અભ્યાસ અને કેરિયરમાં કેવી રીતે કરી શકાય છે. એક્સ્પોમાં એવા એઆઈ
મોડેલ્સનું પ્રદર્શન કરવામાં આવશે જે પાકની બીમારી ઓળખવા, હોસ્પિટલમાં
સારી સ્વાસ્થ્ય સુવિધા આપવા અને ભાષા અનુવાદને સરળ બનાવવામાં મદદ કરશે. ભારતીય અને
વિદેશી સ્ટાર્ટઅપ્સ પોતાના ઇનોવેટિવ પ્રોડક્ટ્સને રજૂ કરશે. સામાન્ય લોકો ટેક
ઇનોવેટર્સ સાથે સીધી વાતચીત કરીને ટેકનિકને સમજી શકશે. આ સમીટમાં 100થી
વધારે દેશના પ્રતિનિધિ સામેલ થવાની સંભાવના છે. ફ્રાન્સના રાષ્ટ્રના ઇમૈનુઅલ
મેક્રોં અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડિ સિલ્વા સહિત 15-20 દેશના
રાષ્ટ્રાધ્યક્ષ અને 50થી વધારે મંત્રી સમીટમાં સામેલ
થવાની શક્યતા છે.
ભારતના મહેમાન મહાનુભાવો !
સાત દેશના પ્રમુખ
બ્રાઝિલના પ્રમુખ લૂલા દા સિલ્વા
ફ્રાન્સના પ્રમુખ ઇમૈન્યુઅલ
મેક્રોં
એન્ટોનિયાના પ્રમુખ આલાર કારિસ
સ્લોવાકિયાના પ્રમુખ પીટર
પેલેગ્રિની
શ્રીલંકાના પ્રમુખ અનુર કુમાર
દિસાનાયકે
સર્બિયાના પ્રમુખ એલેક્ઝાંડર
વુચિચ
સ્વિત્ઝર્લેન્ડના પ્રમુખ ગાઇ
પરમેલન
નવ દેશના વડાપ્રધાન
આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ
પશિન્યાન
ભુતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે
ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ
પ્લેંકોવિચ
ફિનલેન્ડના વડાપ્રધાન પેટેરી
ઓર્પો
સ્પેનના પેડ્રો વડાપ્રધાન સાંચેજ
ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ
મિત્સોતાકિસ
નેધરલેન્ડના વડાપ્રધાન ડિક સ્કૂફ
કઝાકિસ્તાનના વડાપ્રધાન ઓલજાસ
બેક્ટેનોવ
મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર
રામગુલામ
ભારતના મહેમાન મહાનુભાવો !
વિશ્વવિખ્યાત એઆઇ કંપનીના સીઇઓ
ગેટ્સ ફાઉન્ડેશનના ચેરપરસન બિલ
ગેટ્સ
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ
ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસાબિસ
ઓપન એઆઇના સીઇઓ સેમ અલ્ટમેન
એંથ્રોપિકના સીઇઓ ડારિયો અમોડેઇ
માઇક્રોસોફ્ટના અધ્યક્ષ બ્રેડ
સ્મિથ
મેટાના ચીફ એઆઇ સાયન્ટિસ્ટ યાન
લેકુન
ક્વાલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો
એમોન
આ ઉપરાંત દુનિયાભરમાં જાણીતી ટેક
અને એઆઇ કંપનીઓના ટોચના અધિકારીઓ આ સમીટમાં ભાગ લઇ રહ્યા છે.
એઆઇ ઇમ્પેક્ટ સમીટની થીમ
સમીટની થીમ પીપલ, પ્લાનેટ એન્ડ પ્રોગ્રેસ
(જનતા, પૃથ્વી અને પ્રગતિ) રાખવામાં આવી છે અને આ થીમ એઆઇ
ઉપર સહયોગના મુદ્દે ભારતનો દ્રષ્ટિકોણ દર્શાવે છે.