• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

` વિકસીત ભારત' માટે ગુજરાત અગ્રેસર

અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી): પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો હતો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. સર્વજન હિતાય, સર્વજન સુખાયના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. રાજ્યપાલે જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. 9 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યુનિટી માર્ચ સરદાર 150નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્રગૌરવનું પ્રતિક બની હતી. વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી જનજાતિ સમાજના યોગદાનને સન્માન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઈ હતી. રાજ્યપાલે ઉમેર્યું કે, રાજ્યમાં પારદર્શક અને જવાબદાર શાસન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ટેકનોલોજી આધારિત પહેલો અમલમાં મૂકવામાં આવી છે. સી.એમ. ડેશબોર્ડ દ્વારા ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (ઋઙઈં) અમલમાં મૂકાયો છે. ઈં-ઘછઅ પોર્ટલ તથા ઋઅછટઈં-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ એન્ડ-ટુ-એન્ડ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે. જેથી નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળી શકે. વહીવટી વિકેન્દ્રીકરણને પ્રાથમિકતા આપી નવા જિલ્લા અને તાલુકાઓની રચના કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને દુરસ્ત વિસ્તારોમાં પણ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય.

Panchang

dd