• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

આસ્થા અને અધિકાર : આજે સુપ્રીમમાં સુનાવણી

નવીદિલ્હી,તા.15 : કેરળનાં સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશથી શરૂ થયેલા બંધારણીય વિવાદ ઉપર દેશની સર્વોચ્ચ અદાલતમાં ફરી એકવાર સુનાવણી શરૂ થવાની છે. લાંબા સમયગાળા બાદ સુપ્રીમ કોર્ટે    આ મુદ્દે પુનર્વિચાર અરજીઓ ઉપર સોમવારે સુનાવણી નિર્ધારિત કરી છે.  ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપલુ પંચોલીની પીઠ 9 ન્યાયાધીશની બંધારણીય પીઠ માટે સુનાવણીની રૂપરેખા નક્કી કરશે. આ બંધારણીય પીઠે સબરીમાલા કેસ સહિત ધાર્મિક પ્રથાઓ અને મૌલિક અધિકારોનાં ટકરાવ સંબંધિત વ્યાપક સવાલો ઉપર સુનાવણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સબરીમાલામાં 10થી પ0 વર્ષની વયની મહિલાઓનાં પ્રવેશ ઉપર લાગેલી રોકને અસંવિધાનિક ગણાવીને હટાવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ દાખલ થયેલી ફેરવિચાર અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન અદાલતને  ધ્યાને આવેલું કે આ ફક્ત એક મંદિર પૂરતો સીમિત વિવાદ નથી બલ્કે એ નક્કી કરવાની આવશ્યકતા છે કે, કોઈ ધાર્મિક પ્રથાને આવશ્યક ધાર્મિક પ્રથા માનવા માટેનાં માપદંડ શું રહેશે અને આવા કિસ્સાઓમાં ન્યાય પાલિકાની દરમિયાનગીરીની સીમા ક્યાં સુધી રહેશે. જેનાં હિસાબે આ બંધારણીય સવાલોને 9 જજની પીઠ પાસે મોકલવામાં આવ્યા હતાં. 

Panchang

dd