• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

મોટાભાડિયામાં કાલથી નંદીરક્ષક અભિયાન માટે ત્રિદિવસીય સત્સંગ

મોટા ભાડીયા (તા. માંડવી), તા. 16 : આ ગામે રખડતા ભટકતા નદીઓનેની સેવા કરવાના સુભાષય સાથે ચાલુ કરાયેલી ગોવર્ધન નંદી શાળા તથા પંથકના ગામડાઓમાં નંદીના રક્ષણ અને તેની સારી સેવા અને સુશ્રુષા થઈ શકે તેવા નંદી રક્ષક અભિયાનના સંયોજક રાણસીભાઈ જેઠાભાઇ ગઢવી દ્વારા ત્રિદીવસીય સત્સંગ હારમાળા સાથે લોકડાયરાનું આયોજન કરાયું છે. વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે તારીખ 18/2ના બુધવારે સવારે 9.15 વાગ્યે હાલ જ્યાં ગોવર્ધન નંદીશાળા ચાલી રહી છે તે સ્થળ મોટાભાડીયા-શેખાઈબાગ રોડ પર વાડીથી સત્સંગ સ્થળ મોટાભાડિયા ગામમાં આવેલા ઠાકર મંદિર સુધી પ્રારંભે શણગારેલા ત્રણ ચાર દર્જન ઘોડા, શણગારેલા બળદો અને વાહનો સાથે શોભાયાત્રા નીકળશે જે ઠાકર મંદિરે સત્સંગ સભામાં ફેરવાઈ જશે. પ્રથમ દિવસે સવારના ભાગે દીપ પ્રાગટ્ય બાદ ભીમશેન શાસ્ત્રી, રવિ શાસ્ત્રી અને બપોર બાદ હનુમંતધામ નવા કટારીયા ના મહંત ભાનુપ્રસાદ ગોર સત્સંગ સભાને સંબોધશે તા. 19/2 ગુરુવારના સવારના 9:00 વાગ્યે જાણીતા લોકસાહિત્યકાર જીતુદાન ગઢવીના ડાયરાનું આયોજન કરાયું છે. બપોર બાદ ત્રણ વાગ્યે મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી તથા એકલધામના મહંત દેવનાથ બાપુ સંબોધન કરશે સાંજે 6:00 વાગ્યે લોકગાયિકા કિરણબેન ગઢવીના કંઠે રાસોત્સવ યોજાશે તા. 20/2ના શુક્રવારે સવારે 9:00 વાગ્યે જાણીતા ભાગવત કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી અને બપોર બાદ ત્રણ વાગ્યે રાયમલધામ અંજારના કથાકાર ધનેશ્વરભઈ જોષી પ્રવચન આપશે. બપોરે ચારણ સમાજવાડીમા મહાપ્રસાદનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સંતો, માતાજીઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. અભિયાન સમિતિના અગ્રણીઓ માજી સરપંચ પુનસી ખેતસી ગઢવી, ધ્રબુડી તીર્થધામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરાવિંદગોર, વિરમ કરમણ ગઢવી, નાગશી પુનસી ગઢવી, મંગાભાઈ ગઢવી, પચાણભાઈ સંગાર સહિતનાઓનો સહયોગ મળ્યો છે. 18/2થી 1 મહિના સુધી નંદીઓને નિરણ ચાલે તે માટે રૂપિયા 1,11,000નું દાન માંડવીના સ્વ. માતૃશ્રી ભાનુબેન રસિકલાલ રાજગોરના સમરર્ણાથે (હસ્તે તેમના પુત્ર ભાસ્કરભાઈ) દ્વારા અપાયું છે.

Panchang

dd