ભુજ, તા. 3 : તાલુકાના આહીરપટ્ટી વિસ્તારમાં
એક કંપનીની પાછળ પરપ્રાંતીય સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે
પદ્ધર પોલીસ મથકે 14 વર્ષ છ માસની
સગીર વયના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 20/9ના આરોપી આકાશ દિતિયાભાઇ મેડા (રહે. દાહોદ જિલ્લા બાજુના)એ સગીરા
સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારી આ બાબતે કોઇને કહીશ,
તો તને તથા વાલીઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં
લખાવાયું છે. પોલીસે દુષ્કર્મ-પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.