• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ચેક પરતના કેસમાં આરોપીને છ માસની કેદની સજા

ભુજ, તા. 3 : ચેક પરતના કેસમાં નાગલપરના આરોપી સુરેશ રવિલાલ ધોળુને નખત્રાણા કોર્ટે કસૂરવાર ઠેરવી છ માસની કેદની સજા ફરમાવી છે. આ કેસની વિગતો મુજબ ફરિયાદી સુરેશ વાલજીભાઈ પટેલે આરોપી સુરેશ રવિલાલ ધોળુ (રહે. નાગલપર) પાસેથી તેની કાયદેસરની લેણી થતી રકમની માગણી કરતાં આરોપીએ ચેક લખીને આપ્યો હતો. આ ચેક અપૂરતાં ભંડોળના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કરાવ્યો હતો. નખત્રાણાના અધિક ચીફ જ્યુ. મેજિ. એ.ડી. રાઓએ ફરિયાદ મંજૂર કરી આરોપીને છ માસની કેદ અને ચેકની રકમનો દંડ કરી તે રકમ ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે અરવિંદ આર. લીંબાણી, જિજ્ઞેશ બી. ધોળુ, રેનુ વી. ખેતાણી હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd