• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

જેતપુરની સગીરાને કેટરર્સ કામે બોલાવી ભુજની હોટેલમાં દુષ્કર્મ

ભુજ, તા. 2 : સૌરાષ્ટ્રના જેતપુરની 14 વર્ષ આઠ માસની સગીરાને કેટરર્સ કામે બોલાવી કેરાના શખ્સે કારમાં બેસાડી ભુજની હોટેલમાં લઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ થઈ છે. દરમ્યાન આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ અંગે ગઈકાલે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે જેતપુરથી હતભાગી સગીરાના પડોશી મહિલાએ નોંધવેલી ફરિયાદ મુજબ ભુજ તાલુકાના કેરામાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા આરોપી અનિલગર વિશ્રામગર ગોસ્વામીએ હતભાગી સગીરાને કેટરર્સના કામ માટે બોલાવી હતી. ગઈકાલે આરોપી અનિલગર સગીરાને બ્લૂ કલરની બલેનો કાર નં. જી.જે.- 38-બીએ-4446વાળીમાં ભુજમાં એન્જિનીયરિંગ કોલેજ રોડ પર આવેલી શક્તિ હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે બળજબરીથી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યો હતો. આ વાત કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે દુષ્કર્મ - પોક્સો એકટ તળે ગુનો દાખલ કરી તપાસ પીઆઈ એમ.આર. નકુમે હાથ ધરી છે. આજે આરોપી અનિલગર ગોસ્વામીની અટક કરી લેવાઈ હોવાનું તપાસકર્તા પીઆઈ શ્રી નકુમે જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd