ભુજ/ગાંધીધામ, તા. 22 : મુંદરાના સમાઘોઘાના એક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે
દરોડો પાડી આઠ ખેલીને રોકડા રૂા.34,800 સહિત
કુલ્લે રૂા.1,99,800નો મુદામાલ જપ્ત કર્યો હતો.
બીજી તરફ રાપર તાલુકાના શિરાનીવાંઢમાં જાહેરમાં જુગાર રમવાના આરોપ સાથે મહિલા સહિત
કુલ આઠ
જણ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે રાતે પોલીસને ખાનગી બાતમી
મળી કે, વિક્રાંતભાઈ વીરજીભાઈ ગાલા (રહે. પટેલ ફળિયા,
સમાઘોઘા) વાળો તેના ઘરે ખેલીઓને બોલાવી તીનપત્તીનો જુગાર રમી-રમાડે છે
આથી એલસીબીની ટીમે વોરન્ટ મેળવી દરોડો પાડી જુગાર રમતા વિક્રાંતભાઈ ઉપરાંત દિવ્યરાજસિંહ
નિરૂભા જાડેજા, પ્રતિપાલસિંહ નટવરસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ પવુભા જાડેજા, હાર્દિકસિંહ બળવંતસિંહ જાડેજા,
વિશ્વરાજસિંહ લગધીરસિંહ જાડેજા, સુર્યરાજસિંહ અજીતસિંહ
રાઠોડ અને વિશ્વરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ (રહે. તમામ સમાઘોઘા)ને રોકડા રૂા.34,800, સાત મોબાઈલ કિ.રૂા.70,000 તથા ચાર મોટર સાઈકલ કિ.રૂા.95,000 એમ કુલ્લે 1,99,800ના મુદામાલ સાથે ઝડપી મુંદરા
પોલીસ મથકે જુગારધારા 4,5 મુજબ ગુનો
દાખલ કરાવી કાર્યવાહી કરી હતી. શિરાનીવાંઢ ગામનો આરોપી રમેશ રાણા કોળી બહારથી ખેલાડીઓ
બોલાવીને ઘરના ખુલ્લા આંગણામાં ગંજીપાના વડે જુગાર રમતો હોવાના બાતમી આધારે પોલીસે
દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી રમેશ ચાવડા,
રસીલાબેન પ્રભુલાલ નરભેરામ ઠકકર, ધુનીબેન કાનજીભાઈ
જેઠાભાઈ ગાગલ આહીર,કૃપાલીબેન કાનજીભાઈ વિરજી મહેશ્વરી સામે જુગારધારા તળે કાર્યવાહી કરાઈ હતી.પોલીસે
અહીંથી રોકડા રૂા. 1,02,400,ચાર
મોબાઈલ ફોન,એક ગાડી સહિત કુલ રૂા.6,22,400 નો મુદામાલ હસ્તગત લીધો હતો.દરોડા
દરમ્યાન આરોપી કાનજી ધના ચાવડા,મોતીસિંહ
જસુભા સોઢા,ગીતાબેન નાનજીભાઈ સુરા,પારૂલબેન
કોળી નાસી છુટયા હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.