• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

માળિયા-મોરબી માર્ગે ભુજ રેન્જે 24 લાખનો શરાબ પકડયો

ભુજ, તા. 22: માળિયા-મોરબી રાષ્ટ્રીય ધોરીમાર્ગે ભીમસર ચોકડી પુલ નીચેથી તાડપત્રીની આડમાં છુપાવેલો શરાબ બિયર નંગ 16,920 કિં. રૂા. 24,03,000 તથા ટ્રક કિં. રૂા. 10 લાખ એમ કુલ રૂા. 34,08,000નો મુદ્દામાલ સરહદી રેન્જ - ભુજની ટીમે પકડી પાડયો હતો.  સરહદી રેન્જ ભુજ વિભાગની ટીમ માળિયા-મોરબી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી કે, ધ્રાંગધ્રા-હળવદ તરફથી એક ટ્રક નં. જી.જે.-18-બી.ટી.-3262વાળીમાં ઈંગ્લિશ દારૂ ભરી કચ્છ તરફ જવાની છે. આથી બાતમીવાળી ટ્રકને રોકાવી તપાસ કરતાં તાડપત્રીની આડમાં સંતાડેલી અલગ-અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયરના ટીન કુલ નંગ 16,920 જે કિં. રૂા. 24,03,000 તેમજ ટ્રક તથા મોબાઈલ ફોન મળી કુલ કિં. રૂા. 34,08,000નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી ખેતારામ ઠાકુરામ માજીરાણા ભીલ (રહે. લાલજી કી ડુંગરી, ગામ તા. સીતલવાણા જિ. જાલોર, રાજસ્થાન)વાળાની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd