ભુજ, તા. 10 : સિવિલ કોર્ટ દ્વારા સજાનો હુકમ
થતાં આરોપી કોર્ટમાં હાજર ન થતાં પકડવોરંટના હુકમ અન્વયે આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં
ઉગ્ર રજૂઆતને લઇ આરોપીને જેલહવાલે કરાયો છે. ભુજના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ
દ્વારા સજા અંગેનો હુકમ થતાં આરોપી કોર્ટમાં હાજર ન થતાં પકડવોરંટનો હુકમ થતાં તે અન્વયે
માધાપર પોલીસ દ્વારા આરોપી રાજેન્દ્ર વનરાજ મણકાની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરાતાં
આરોપી દ્વારા કોર્ટના હુકમની અમલવારી મુલતવી રાખવા અંગેની અરજી તળે ઉગ્ર રજૂઆત વગેરે
કરવામાં આવતાં કોર્ટનું વાતાવરણ ખરાબ થતું હોવાના તારણ પર આવી તથા ફરિયાદ પક્ષની રજૂઆતને
ધ્યાને લઇ આરોપી રાજેન્દ્ર મણકા (રહે. 135, હર્ષિલ પાર્ક, ગ્રીન સિટીની બાજુમાં, નવાવાસ, માધાપર)ને સજા ભોગવવા પાલારા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ થયો હતો. આરોપીની
અરજી નામંજૂર થઇ હતી. મૂળ ફરિયાદીના એડવોકેટ એમ.એ. પુરોહિત તથા પાર્થ પુરોહિત હાજર
રહ્યા હતા.