• શનિવાર, 27 જુલાઈ, 2024

ચાર દરોડામાં 25 જુગારી ઝડપાયા : બે નાસ્યા

ભુજ/ગાંધીધામ, તા. 18 : કચ્છમાં જુગારના ચાર દરોડામાં 20 જુગારી ઝડપાયા હતા. જ્યારે બે નાસી છૂટયા હતા. આ ચાર દરોડામાં કુલ્લે રૂા. 2,43,950નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો.

મીંદિયાળામાં છ ઝડપાયા : બે સરકી ગયા

અંજાર તાલુકાના મીંદિયાળામાં જાહેરમાં જુગાર ખેલતા છ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા જ્યારે બે શખ્સો હાથમાંથી સરકી ગયા હતા. મીંદિયાળા ગામથી નવા તળાવ તરફ જવાના માર્ગ પાસે ખુલ્લા પટમાં ધાણીપાસા વડે જુગાર રમતા વિનય કરમણ મહેશ્વરી, ભરત ખેરાજ વિસરિયા (મહેશ્વરી), સુરેશ આત્મારામ મહેશ્વરી, પેથા રાણા મહેશ્વરી, ભૂરા કરમશી જોગી અને અંકુર નથુ મહેશ્વરીને પોલીસે પકડી પાડયા હતા. જ્યારે બાઇક નંબર જી.જે. 12-બી.એચ. 4295 તથા જી.જે. 05-બી.કે. 1031નો ચાલક નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 19,200 તથા 6 મોબાઇલ અને સાત વાહનો એમ કુલ્લ રૂા. 2,20,700નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો.

મોટા વાલકામાં પાસાના છ ખેલી પકડાયા

નખત્રાણા તાલુકાના મોટા વાલકામાં પૂર્વ બાજુ ખુલ્લા મેદાનમાં ગઇકાલે સાંજે ધાણીપાસાનો જુગાર રમતા ભાવેશ હીરજી સિજુ, હંસરાજ માલા સિજુ, દાના સવા સિજુ, પચાણ ગોવિંદ જેપાર, દેવજી શિવજી સિજુ (રહે. તમામ મોટા વાલકા) અને મેઘરાજજી વેલાજી રાઠોડ (રહે. નાના વાલકા)ને રોકડ રૂા. 3450ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

માધાપરમાં પાંચ જુગારી ઝડપાયા

ભુજ તાલુકાના માધાપર ગામે રામનગરીમાં કાનજી જખુ કોલીના ઘરના વરંડામાં ખુલ્લા ઓટલા ઉપર ગઇકાલે સાંજે તીનપત્તીનો જુગાર રમતા કાનજી ઉપરાંત પ્રમોદકુમાર રામનારાયણ રાય, જિતેન્દ્રકુમાર શકીચંદ રાય, રાજકુમાર હરકિશોર મહતો અને સુરેશ વીરા મહતો (રહે. તમામ રામનગરી-માધાપર)ને રોકડા રૂા. 6,330ના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.

રવાપરમાં આઠ જુગારી ઝડપાયા

નખત્રાણા તાલુકાના રવાપરના નવાવાસમાં આજે ધાણીપાસા વડે જુગાર રમતા મયૂરસિંહ હરિસિંહ જાડેજા (મૂળ કોઠારા હાલે રવાપર-નવાવાસ), હીરજી ભોજાભાઇ સોધમ (લિફરી), પ્રવીણ બુધ્ધીલાલ બડિયા (ખીરસરા-નેત્રા), નીલેશ પ્રવીણભાઇ ગોહિલ (ભેરૈયા, તા. માંડવી), નાનજી રામજી સિજુ (ત્રંબૌ, તા. અબડાસા), જયંતીલાલ ઉર્ફે જીતુ ભવાનભાઇ સંજોટ, પેરાજ ફકુભાઇ મહેશ્વરી, રતિલાલ મૂળજી પરમાર (રહે. ત્રણે રવાપર-નવાવાસ)ને રોકડા રૂા. 13,470ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang