• શુક્રવાર, 06 માર્ચ, 2026

ચાંદ્રાણીમાં આધેડ વયની મહિલાએ કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી

ગાંધીધામ, તા. 5 : બે-ત્રણ દિવસ દરમિયાન પૂર્વ કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં ત્રણ જીવન પર પૂર્ણવિરામ મૂકાયું હતું. અંજાર તાલુકાનાં ચાંદ્રાણીમાં  અકસ્માત મોતનો બનાવ ગત તા. 3ના બપોરે 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. 50 વર્ષીય મહિલા લખીબેન ખેંગારભાઈ હુંબલે બપોરે  પોતાનાં ઘરે  શરીર ઉપર કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું. તેમને સારવાર માટે ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ રાત્રિના અરસામાં મહિલાએ દમ તોડી દીધો હતો. ગાંધીધામના સેકટર બે વિસ્તારમાં  આરતી મેન્સન ખાતે અકસ્માત મોતનો બનાવ ગત તા. 3ના  સવારે 8.30  વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન દિપેશ જેન્તીભાઈ જોશી  અકસ્માતે સીડી ઉપરથી પડી ગયા હતા. છાતીના ભાગે  ઈજા થતાં સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પંરતુ સારવાર કારગત ન નીવડતા તેમણે દમ તોડી દીધો હતો. અંજાર તાલુકાનાં વરસામેડીમાં  અકમસ્માત મોતનો બનાવ ગત તા.3ના બપોરે 3થી 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન ક્રિષ્નકુમાર  માતા પ્રસાદે  શાંતિધામ  ખાતે પોતાનાં ઘરે   ગળાફાંસો ખાઈ  મોતનો માર્ગ અપનાવ્યો હતો. બનાવ  પછવાડેનું કારણ અકળ છે.   

Panchang

dd