• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

રતાડિયાની જમીન પર કબજો કરાતાં બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ

ભુજ, તા. 18 : મુંદરા તાલુકાના રતાડિયાની ખેતીની જમીન પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદે કબજો થતાં બે સગાભાઇ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાગપર પોલીસ મથકે યશરાજસિંહ સહદેવસિંહ જાડેજા (રહે. આદિપુર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ મુંદરા તાલુકાના રતાડિયાના સર્વે નં. 283/પૈકી 2વાળી જમીન હે. 2.30.80 વડીલોપાર્જિત માલિકીની જમીન આરોપી મેઘજી પચાણ સોધરા તથા જગદીશ પચાણ સોધરા (રહે. બંને ગુંદાલા)એ પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદે કબજો કરી લીધો છે. આ અંગે ફરિયાદીએ લેન્ડ ગ્રેબિંગ તળે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરતાં હુકમના આધારે લેન્ડ ગ્રેબિંગ તળે પ્રાગપર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

Janmadin Vishesh Purti

Panchang