• મંગળવાર, 08 જુલાઈ, 2025

રાપરમાં મંડળી જમીન મામલે આત્મવિલોપનની ચીમકી

ગાંધીધામ, તા. 7 : રાપર પંથકમાં એક વ્યક્તિએ મંડળીના જમીન પ્રકરણે પેટ્રોલની બોટલ લઈને આત્મવિલોપનની ચીમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં પોલીસમાં દોડધામ થઈ પડી હતી. આ વીડિયો અંગે રાપર પી.આઈ. જે.બી. બુબડિયાનો સંપર્ક કરતાં ગજુભાઈ મેરીયાએ મંડળીની જમીનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો, જે અંગે રાજકોટ કમિશનરે ઓડિટ, તપાસ વગેરે કરાવી હતી. તપાસ કરનારા આ અધિકારીઓ અથવા વીડિયો મૂકનાર વ્યક્તિ પુરાવા આપે તો અમે ફરિયાદ નોંધવા તૈયાર છીએ. આત્મવિલોપનની ચીમકીના વીડિયો બાદ તેમના સંબંધીઓ, ઘરે તપાસ કરી હતી, પરંતુ તેઓ કયાંય મળ્યા નથી અને તેમનો ફોન બંધ આવતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Panchang

dd