ભુજ/ગાંધીધામ, તા. 9 : ભુજ સમીપેના
માધાપરની હોટેલ કચ્છ એલીગન્સનાં પાર્કિંગમાં ગંજીપાના વડે જુગાર રમતા ગાંધીધામના ત્રણ
મહિલા સહિત પાંચ જુગારીને પોલીસે ઝડપી લીધા હતા. બીજી તરફ અંતરજાળમાં પણ જાહેરમાં જુગાર
રમતા ત્રણ ખેલીને પોલીસે પકડી પાડયા હતા. આજે માધાપર પોલીસે ધોરીમાર્ગ પર આવેલી હોટેલ
કચ્છ એલીગન્સનાં પાર્કિંગમાં ડિઝાયર કાર નં. જી.જે.-39- સીસી-2030માં ગંજીપાના વડે જુગાર રમતા વિશાલ ગિરધારી પુરસ્વાની
(આદિપુર), કૈલાશ ગ્યાનચંદ લાલવાણી અને રેશ્માબેન કૈલાશભાઇ
લાલવાણી, આશાબેન ગંગાભાઇ રામાણી અને વંદનાબેન ખેલદાસ કાજાણી
(રહે. તમામ ગાંધીધામ)ને રોકડા રૂા. 34,740 તથા પાંચ લાખની કારના મુદ્દામાલ સાથે માધાપર પોલીસે ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરી હતી. બીજી તરફ અંતરજાળથી પાતાળિયા હનુમાન મંદિર જતા રોડ નજીક મોમાઇ નગરમાં
સરકારી શાળા પાછળ તળાવની પાસે બાવળની ઝાડીમાં જુગાર રમાઇ રહ્યો હતો તેવામાં અચાનક આવેલી
પોલીસે શકુન મેઘજી સોલંકી, ખીમજી દેવજી
સોલંકી, નરેન્દ્રસિંહ
દિલુભા ઝાલાને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડ રૂા. 2450 જપ્ત કરવામાં આવ્યા હતા.