• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં જાહેરમાં જુગાર રમતા સાત ખેલીની અટક

ગાંધીધામ, તા. 15 : શહેરના ભારતનગર નજીક કાંજાણી હોલ પાછળ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા સાત ખેલીની પોલીસે અટક કરી રોકડ રૂા. 12,600 જપ્ત કર્યા હતા. શહેરના ભારતનગર પાસે કાંજાણી હોલ પાછળની શેરીમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા, તેવામાં પોલીસ ત્રાટકી હતી અને અહીં પત્તા ટીંચતા તુલસી કચરા વાઘેલા, રાજારામ મોનાજી ભીલ (માજીરાણા), સની રાજારામ ભીલ (માજીરાણા), ગોપાલ હરેશ ભીલ (માજીરાણા), મનિષ પ્રેમારામ સોલંકી, જીતુ મોતીલાલ ભીલ (માજીરાણા), રિયાનરઝા મામદ કમોરા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 12,600 જપ્ત કરવામાં આવ્યા હતા.

Panchang

dd