ગાંધીધામ, તા. 2 : અંજારના
વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાં ક્રેઈન તથા દિવાલ વચ્ચે દબાઈ જતાં સત્યકુમાર
શ્રેમન દિક્ષિત (ઉ.વ. 33) નામના યુવાને જીવ ખોયો હતો.
બીજીબાજુ મેઘપર બોરીચીમાં જગદીશ સવજી વાઘેલા (ઉ.વ. 23)એ ઘેનનું ઈન્જેકશન લઈ પોતાનું
મોત આંણ્યું હતું. તેમજ ગાંધીધામની ભાગોળે આગળ ઉભેલી ટ્રકમાં બુલેટ ઘુસી જતા સપના
નગરના ઈશ્વર શંભુ મેનારિયા નામના યુવાનનું મોત થયું હતું. વરસામેડીની વેલસ્પન
કંપની પાસે સાગર સોસાયટીમાં રહેનાર સત્યકુમાર નામના યુવાનને ગઈકાલે બપોરે પોતાનો
જીવ ખોયો હતો. આ યુવાન કંપનીમાં હતો ત્યારે ક્રેઈનમાં ચડવા જતાં ત્યારે અચાનક
ક્રેન ચાલુ થઈ જતાં આ ક્રેન અને દિવાલ વચ્ચે પોતે દબાઈ જતાં તેને ગંભીર પ્રકારની
ઈજાઓ પહોંચી હતી તેને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હતો. બીજીબાજુ મેઘપર (બો)ની બલ્યુ સોસાયટીમાં રહેનાર જગદીશ સવજી વાઘેલા નામનો
યુવાન ગઈકાલે પોતાના ઘરે હતો. દરમ્યાન તેણે અગમ્ય કારણોસર ઘેનનું ઈન્જેકશન લેતા
બેભાન થયો હતો. ગંભીર હાલતમાં રહેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાતા તેને મૃત
જાહેર કરાયો હતો. વઘુ એક બનાવ ગાંધીધામથી ભચાઉ જતા ધોરીમાર્ગ ઉપર એ.પી. જોશી
પુલિયા પર બન્યો છે. ગાંધીધામનો ઈશ્વર નામનો યુવાન બુલેટ નંબર જી.જે. 39-એ-9666 લઈને
જઈ રહ્યો હતો. દરમ્યાન પુલ ઉપર આડસ કે સિગ્નલ આપ્યા વગર ટ્રક નંબર જી.જે. 10 ટીટી-9923 પડયું
હુતં જેમાં બુલેટ ભટકાતા યુવાનને ગંભીશ ઈજાઓ પહોંચી હતી અને યુવાને જીવ ખોયો
હતલનો. આ ટ્રક ચાલક સામે ઈશ્વરના પિતા શંભુ કાલુરામ મેનારિયાએ ફરિયાદ નોંધાવી હતી.