• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

શિરાચાનો શખ્સ આધાર વિનાની સિમેન્ટની 94 થેલી સાથે ઝડપાયો

ભુજ, તા. 6 : મુંદરા તાલુકાના શિરાચાથી દેશલપર જતા માર્ગે ઓરડીમાં રાખેલી આધાર વિનાની લૂઝ સિમેન્ટની 94 થેલી સાથે શખ્સને એલસીબીએ ઝડપી કાર્યવાહી કરી હતી. એલસીબીની ટીમ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, શિરાચાથી દેશલપર તરફ જતા રોડ ઉપર આવેલી મોમાઇ હોટેલથી આગળ જયદીપ એન્ટરપ્રાઇઝ બાજુમાં આવેલી ઓરડીમાં રાયસંગજી લધુભા ચૌહાણ (રહે. શિરાચાવાળો) ગેરકાયદે આધાર-પુરાવા વગરની સિમેન્ટની થેલીઓ રાખી તેનું વેચાણ કરે છે. આથી તપાસ કરતાં ત્યાંથી રામસંગજી પાસેથી આધાર વિનાની લૂઝ સિમેન્ટની 94 થેલી કિં. રૂા. 23,500 કબજે કરી આગળની કાર્યવાહી અર્થે મુંદરા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

Panchang

dd