• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગાંધીધામમાં ટેન્કરમાં આગથી બે લાખનું નુકસાન થયું

ગાંધીધામ, તા. 6 : શહેરમાં ટેન્કરમાં અચાનક આગ લાગવાથી રૂા. બે લાખનું નુકસાન થયું હોવાની પોલીસ ચોપડે નોંધ થઈ હતી. શહેરના રેલવે સ્ટેશન ગેટ પાસે સર્વિસ રોડ ઉપર ગત તા. 4/12ના 12.45 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે જાણવા જોગ નોંધને ટાંકીને જણાવ્યું હતું કે, આઈશર કંપનીના જીજે-12-બી.એક્સ- 5912 નંબરના ટેન્કરના  ડેશબોર્ડમાં ધુમાડા સાથે આગ ભભૂકી ઊઠી હતી. અગ્નિશમન દળની ટીમે બનાવ સ્થળે જઈને આગ બુઝાવી  હતી. આગનાં કારણે રૂા. બે લાખનું નુકસાન થયું હતું. શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન મુકેશભાઈ ભચુભાઈ મહેશ્વરીએ પોલીસ સમક્ષ વ્યક્ત કર્યું હતું.

Panchang

dd