ભુજ, તા. 17 : દિવ્યાંગ
બાળક માટે છેલ્લા 27 વર્ષથી કામ કરતતી સંસ્થાની ધનવંતરી સ્કૂલમાં સંસ્થાના
સંચાલકો અને દિવ્યાંગ બાળકોના વાલીઓ સામે ઉદભવતી મુશ્કેલીઓ વચ્ચે ઝઘડા, ધાક-ધમકીના બનાવો
ઉદ્ભવતાં મુશ્કેલીઓ વધે છે જે હાલમાં વાલી મિટિંગ દરમ્યાન ધાક-ધમકી થતાં થયેલી
પોલીસ ફરિયાદ પરથી સમજી શકાય છે. ગત તા. 15/2ના ધનવંતરી સ્કૂલની વાલી
મિટિંગમાં થયેલી બબાલ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે એક વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ
તેમની માનસિક બિમારી દીકરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની સાથે અભ્યાસ કરતો બાળક
અવારનવાર સ્કૂલમાં ભણતા બાળકોને ધક્કામૂકી કરી લાતો મારે છે અને તેમની દીકરીને પણ
લાતો મારી હતી. ઓટીઝમ હાઇપર એક્ટીવ નામની માનનિસક બિમારીવાળા આ બાળક અંગે ફરિયાદીએ
વાલી મિટિંગમાં પ્રિન્સિપાલને જણાવી મુદ્દો ચર્ચતાં આ બાળક પિતાને બાળક સાથે તેની
માતાને મૂકવા માટે પ્રિન્સીપાલે જણાવતાં આરોપી વાલીએ બોલાચાલી કરી ગાળો આપી કહ્યું
કે, મારો
દીકરો એકલો જ આવશે, મારા દીકરાને સાચવવાની બધી જવાબદારી
સંસ્થાની છે, મારા દીકરાને નહીં ભણાવો તો હું તમને જાનથી
મારી નાખીશ તેવી ધમકી આપી પ્રિન્સિપાલ સાથે ઝઘડો કર્યો હતો. પ્રિન્સિપાલે બાળકોના
વાલીઓ પાસે સહમતી માગી કે આ બાળક સ્કૂલમાં આવે અને તમારા બાળકને કોઇ ઇજા પહોંચાડે
તો તમને કાંઇ વાંધો છે કે નહીં તેવું જણાવતાં તમામ બાળકોના વાલીઓએ જણાવ્યું કે,
અમારા બાળકને આ બાળક મારે નહીં તેની જવાબદારી સ્કૂલવાળા લેતા હોય તો
વાંધો નથી. આ વાલી મિટિંગ બાદથી સ્કૂલ બંધ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.