દયાપર (તા. લખપત), તા. 28 : કચ્છ જિલ્લા
ડિસ્ટ્રીક્ટ કો. બેન્ક (કે.ડી.સી.સી. બેન્ક) દ્વારા તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે
આઝાદચોકમાં બેન્કના ડાયરેક્ટર વેરસલજી તુંવર, સહકારી આગેવાન જશવંતભાઈ પટેલ, હસમુખભાઈ પટેલના હસ્તે
બેન્ક શાળામાં એ.ટી.એમ. સુવિધાનો રિબિન કાપી પ્રારંભ કરાયો હતો. બેન્કના કપરા સમયમાં
સાથે રહેવાનો ભૂતકાળ જશવંતભાઈ પટેલએ વાગોળ્યો હતો. મેનેજર ભરતભાઈ સોમજિયાણીએ કહ્યું
હતું કે, ટૂંક સમયમાં
પેમેન્ટની વધુ ડિજિટલ સેવાઓ ગ્રાકહોને પ્રાપ્ત થશે. આ પ્રસંગે સહકારી આગેવાન ભાણજીભા
સોઢા, જશુભા જાડેજા, દિલીપ જણસારી,
રતનજી જાડેજા, ભવાનભાઈ પટેલ, વેપારી મંડળના પૂર્વ પ્રમુખ વિશ્વનાથ જોષી વિગેરે હાજર રહ્યા હતા.