• રવિવાર, 01 માર્ચ, 2026

અંતરજાળમાં જુગાર રમતા પાંચ શખ્સ પાંજરે પુરાયા

ગાંધીધામ, તા. 28 :  અંતરજાળમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીને  પોલીસે પાંજરે પૂર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે  પોલીસે અંતરજાળમાં  મોમાયનગર  સરકારી શાળાની પાછળના ભાગે કાર્યવાહી કરી હતી. આરોપીઓ મોહન  વનજીભાઈ મારાજ, દીપક ગોવિંદભાઈ જાદવ, નારણ માયાભાઈ કોટેચાઅકબર ખમીશા લુહારશકુન મેઘજીભાઈ સોલંકી તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પડમાંથી રોકડા રૂા. 3790 કબજે કરાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

Panchang

dd