ભુજ, તા. 20
: નખત્રાણા તાલુકાના ચરાખડા ગામમાં આયના કંપનીના કોંક્રીટ મિક્સર વાહનની હડફેટે આવી
જતાં રમજાન સુમાર સોરા (ઉ.વ. 41)નું મોત થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ, હતભાગી
રમજાન ચરાખડા સીમ વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ ખાતે ખાટલામાં સૂતો હતો ત્યારે કોંક્રીટ
મિક્સરના ચાલકે પૂરઝડપે વાહન હંકારી તેને ટક્કર મારી હતી, જેમાં રમજાનને માથા તથા સાથળના
ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. નખત્રાણા પોલીસે વાહનચાલક સામે
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.