ગાંધીધામ, તા. 8 : રાપરમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે જૂની અદાવતમાં
ગુલામરસુલને આરોપી દ્વારા સરાજાહેર રહેંસી નાખવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા
બીએનએસની વિવિધ કલમો દ્વારા છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસનાં
અંતે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. છ આરોપી પૈકીના રાજુજી પથુજી સમા
(રહે. નંદાસર, તા. રાપર)ની જામીન અરજી સેશન્સ કોર્ટ ભચાઉ સમક્ષ દાખલ કરવામાં આવી હતી.
બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા રાજુજીને જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં
આવ્યો હતો. આરોપીના વકીલ તરીકે હરેશ એચ. કાંઠેચા, રોહન એસ. જાટાવાડિયા, મહેન્દ્રાસિંહ
ડી. જાડેજા, મુકેશ આર. પરમાર તથા પ્રકાશ ટી. મકવાણા હાજર રહ્યા હતા.