ભુજ, તા. 6 : મુંબઇથી ખરીદેલા ત્રણ ટેમ્પો મુંદરા લઇ?આવતી વેળાએ
એક ટેમ્પોનો ચાલક ટેમ્પો લઇને છૂ થઇ જતાં મુંદરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવાઇ
છે. આ અંગે આજે મુંદરા પોલીસ મથકે ટ્રાન્સપોર્ટર એવા અશોકભાઇ નારાણભાઇ શેડા (ગઢવી)એ નોંધાવેલી ફરિયાદ મુજબ મુંબઇથી સેકન્ડ હેન્ડ ખરીદેલા
ત્રણ ટેમ્પો મુંદરા લઇ આવવા અહીંથી ચાલકો મૂક્યા હતા. તા. 25/8ના ત્રણ ટેમ્પો મુંદરા
આવવા મુંબઇથી નીકળ્યા હતા પરંતુ માર્ગ વચ્ચે ટેમ્પોચાલક આરોપી પ્રકાશપ્રસાદ શ્રીરામપ્રસાદ
(રહે. ભક્તિનગર, જિ. દાર્જિલિંગ-સીલીગુડી) ટેમ્પો નં. ડી.એલ. 1 એલ.વાય. 4355વાળો જેની
કિં. રૂા. 4,50,000 ચોરી કરી નાસી છૂટયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી
તપાસ હાથ ધરી છે.