• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

માધાપરની પરિણીતાને ફોટા વાયરલની ધમકી આપીને દુષ્કર્મ

ભુજ, તા. 5 : તાલુકાના માધાપરની યુવા પરિણીતાને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને દયાપરના શખ્સે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે માધાપરની યુવા પરિણીતાએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ધવલ હીરાભાઇ દવે (ગરવા) રહે. દયાપરવાળાએ ફરિયાદીને રૂબરૂ તથા ફોન પર તેની સાથેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી પ્રથમ ભુજની હોટેલ અને ત્યારબાદ નખત્રાણાની હોટેલમાં બોલાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાવી છે. એ-ડિવિઝન પોલીસે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang