• બુધવાર, 22 મે, 2024

ભુજમાં જીઆઇડીસી પાસે ટ્રકે યુવાનને હડફેટે લેતાં મોત

ભુજ, તા. 20 : ગઇકાલે શહેરના જીઆઇડીસી પાસે 35 વર્ષીય યુવાન અજય કાંતિલાલ ગોહિલને ટ્રકે હડફેટે લેતાં મોત નીપજ્યું હતું જ્યારે તાલુકાના કલ્યાણપરમાં પિયરમાં રહેતી 25 વર્ષીય પરિણીત મહિલા રમીલાબેન મામદ કોળીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ગઇકાલે સાંજે 5.30 વાગ્યાના અરસામાં જીઆઇડીસી પાસે કોમલ ગેરેજની સામે ટ્રક નં. જી.જે.-12-ઝેડ.-4995 નીચે ભુજનો યુવાન અજય ગોહિલ આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચતાં તેમના કાકાઇ?ભાઇ ગિરીશ અમૃતલાલ ગોહિલ (કુકમા) અજયને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી છે. ભુજ તાલુકાના કલ્યાણપર ગામે રહેતી 25 વર્ષીય મહિલા રમીલાબેન મામદ કોળીએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે મૃતક રમીલાબેનના પિતા મામદ જુમા કોળીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની દીકરી રમીલાનાં લગ્ન અંદાજે બારેક વર્ષ પૂર્વે થયાં હતાં જેના સંતાનમાં એક દીકરી છે. હાલમાં તે પિયરમાં રહેતી હતી. તા. 19/4ના કોઇ?અકળ કારણે તેણે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang