• શનિવાર, 20 એપ્રિલ, 2024

બિટ્ટા વલાડિયાની જમીનમાં ખોટા સોગંધનામાના આધારે વારસાઇ કરાવાઇ

ગાંધીધામ, તા. 2 : અંજાર તાલુકાના બિટ્ટા વલાડિયાની જમીન અંગે ખોટા સોગંધનામા, પેઢીનામું કરાવી જમીન પોતાની હોવા છતાં તેમાં વારસાઇ કરાવાતાં બે મહિલા સહિત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બિટ્ટા વલાડિયામાં રહેનાર ફરિયાદી મગા કાના સવાભાઇ કોઠીવાર (આહીર) અંગે તા. 5/7/2023ના અંજાર પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી. વૃદ્ધ ફરિયાદીએ વર્ષ 1977માં બિટ્ટા વલાડિયાની જમીન ખેંગાર કાનગડ?પાસેથી ખરીદી હતી જે અંગે દસ્તાવેજ પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં જમીન રેકર્ડ કોમ્પ્યુટરાઇઝેશન કરાતાં તેમની જમીનમાં નામ માગા કાના કોઠીવાર લખાઇ?ગયું હતું જે અંગે મગા કાના કોઠીવાર સુધારો કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બાદમાં એકાદ વર્ષ અગાઉ જમીનના ઉતારા કઢાવવા જતાં બબીબેન તથા તેમના સંતાનોએ જમીનમાં વારસાઇ?કરાવી લીધેલ હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. અંતરજાળના મંગા કાના કોઠીવાર અને ફરિયાદીનું નામ મળતું આવે છે અને મંગા કાનાનું તા. 10/5/2021ના અવસાન થયું હતું. તેમના દીકરા રમેશ મંગા કોઠીવાર, બબીબેન મંગા કોઠીવાર, લખીબેન મંગા કોઠીવાર તથા લક્ષ્મણ મંગા કોઠીવાર જમીન પોતાની હોવાનું જાણવા છતાં તેમાં વારસાઇ?કરાવવા ખોટું પેઢીનામું, સોગંદનામું બનાવી જેમાં પંચ તરીકે જસવંતગર ચમનગર ગોસ્વામી, ધીરજ લાલજી સુથાર હાજર રહી જમીન પચાવી પાડવાના બદઇરાદાથી કાવતરું રચવામાં આવ્યું હતું. ખોટા સોગંદનામા, પેઢીનામું સાચા તરીકે ઉપયોગ કરાયા હતા. અંગે પોલીસે આજે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang