• શનિવાર, 27 જુલાઈ, 2024

મુંદરાનો શખ્સ અંજારની ટ્રાન્સપોર્ટ પેઢીના રૂા.39 લાખ ચાંઉ કરી ગયો

ગાંધીધામ, તા. 2 : અંજારની ટ્રાન્સપોર્ટ પેઢી પાસેથી ટ્રકો ભાડે લઈ તેનું થોડું ભાડું આપી બાકીની રકમ આપી લાખોની ઠગાઈ કરી હોવાનો  બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મામલે શિવમ લોજીસ્ટીકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદી અમીત રમેશચંદ્ર આશરાણીએ આરોપી હેમંતકુમાર રાધેશ્યામ ગુપ્તા સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શિવમ લોજીસ્ટીક કંપની પાસે 50 જેટલી ટ્રક છે. ગાંધીધામના શિપિંગ કંપનીના માલીક મારફત મુંદરામાં કમીશન એજેન્ટ તરીકે કામ કરતા આરોપીનો  ફરિયાદી સાથે સંપર્ક થયો હતો. આરોપીએ ગત તા. 5.5.2023થી 2.4.2023 સુધીના ગાળામાં છેતરપીંડીના બનાવને અંજામ આપ્યો હતો. આરોપી જુદા જુદા સમયે ફરિયાદીની પેઢીની ટ્રકો, રાજકોટ, વાંકાનેર, વીરમગામ, દસાડા, ચાંગોદર, બરોડા, અમદાવાદ, હળવદ, રાજકોટ, મોરબી સહિતના સ્થળે મોકલી હતી. જેનું ભાડુ 48,94,00 થયું હતું. આરોપીએ કંપનીને 10.12 લાખ જુદા જુદા સમયે ચુકવ્યા હતા જયારે બાકીના 38.99 લાખ ચુકવતો હતો. માટે વારંવાર ઉઘરાણી પણ કરાઈ હતી.ત્યારે અલગ અલગ બહાના બતાવતો હતો. તેની મુંદરા ખાતેની જે.એસ.આર. રોડલાયન્સની ઓફીસે જતા બંધ હતી અને મોબાઈલ ફોન પણ બંધ છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang