• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

સામખિયાળીમાં પત્તા ટીંચનારા પાંચ પકડાયા

ગાંધીધામ, તા. 12 : ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ શખ્સને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂા. 11,630 જપ્ત કર્યા હતા. સામખિયાળી ગામમાં જૂના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાળે આજે બપોરે અમુક શખ્સો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તેવામાં પૂર્વ બાતમીના આધારે અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીં બેઠેલા વિજય જયંતીલાલ દરજી, વિનોદ ગોકર પ્રજાપતિ, હનીફ કાદર ફકીર, સમીરશા અબ્દુલશા કુરેશી તથા શેરમામદ આમદ રાયમા નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 11,630 તથા ત્રણ મોબાઇલ એમ કુલ રૂા. 15,630નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.

Youtube Live

Budget 2024 LIVE

Panchang