• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : સિદી ફાતમાબેન જુમા (ઉ.વ. 75) તે મ. જુમા આમદના પત્ની, સલીમ (રાજા) (ગેસ વેલ્ડિંગવાળા), અસ્તાફના માતા, ફકીરમામદ, હુશેન, સિકંદરના સાસુ, તબરેજના દાદી, ફેઝલના નાની તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-8-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન ગુલાબનગર, ખારસરા ગ્રાઉન્ડ, ઝકરિયા મસ્જિદ સામે, ભુજ ખાતે.

ભુજ : અસલમ ઉર્ફે ટુણી (ઉ.વ. 30) તે અબ્દુલ (અધિયો) આધમ લાખાના પુત્ર, આરીફ અબ્દુલના ભાઈ, મ. જુસબ, મ. અ.ગની (બાવાડા), મ. રજાક આધમ લાખાના ભત્રીજા, હિંગોરજા ઉમર, મુસ્તાક, સલીમ અબ્દુલના ભાણેજ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 20, 21 અને 22-8-2026 ગુરુ, શુક્ર અને શનિવાર ત્રણ દિવસ સુધી ભીડ નાકા બહાર, આઝાદ નગર, ઈમામના ઓટા પાસે, લાખા ફળિયા, ઉમર મીઠુ પઠાણના નિવાસસ્થાને.

ભુજ : હાલે ગાંધીધામના સમા ઇશાક અબ્દુલકરીમ (કસ્ટમ જમાદાર-કાસેઝ) (ઉ.વ. 58) તે નૂરજહાંના પતિ, અફઝલ, અકબર, અનમોલના પિતા, અનીસ અહેમદ સુમરાના સસરા, મહંમદ અને ઇબ્રાહિમના ભાઇ, અબ્દુલરજાક, રભીસના બનેવી તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-8- 2026ના શનિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 134, તયબાહ ટાઉનશિપ, ખારી નદી રોડ, ભુજ ખાતે.

અંજાર : દેદા અમીનાબેન આમદ (ઉ.વ. 75) તે મ. દેદા આમદ (એસ.ટી.)ના પત્ની, મહંમદ ઇકબાલ દેદા (વકીલ), ઝરીના (ભુજ)ના માતા, મહમદ યુસુફ બાયડ, બાદલ બાયડ, મ. અજીજ બાયડ, મ. અનવર બાયડ, મ. જમીલાબેન લાખાણીના બહેન તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-8-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મધુબન પાર્ક સોસાયટી, દેવળિયા નાકા, અંજાર ખાતે.

માંડવી : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સુનીલ વ્યાસ (ઉ.વ. 60) તે સ્વ. મંગળાબેન ભાનુશંકર વ્યાસ (બાલાજી મંદિર)ના પુત્ર, સ્વ. શીલાબેન એમ. જોષી, ગં. સ્વ. ભાવનાબેન કે. દવે, હેમાબેન ડી. જોષીના ભાઇ, શાંતાબેનના પતિ, રાજેશ, અજય, ગીતા, સંગીતા, સોનુના પિતા, સોનુ રાજેશ વ્યાસના સસરા, દિવ્યમ અને યુવરાજના દાદા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 21-8-2026ના સાંજે 4થી 5 સારસ્વત વાડી, માંડવી ખાતે.

માંડવી : મેમણ હસન (ટપાલી) (ઉ.વ. 53) તે મ. મોહમ્મદસિધિક ટપાલીના પુત્ર, અબ્દુલગની (શિરવા), મ. અબ્દુલ સતાર, મ. અનવર હુસેન, મ. ઇબ્રાહિમ, ઇકબાલ, મ. અલીમોહમદના ભાઈ, ઈઝાઝના પિતા, અબ્દુલગની સાલેમોહમદ (કોટાય)ના સાળા, ઇમરાન, ઇરફાન, અલતાફ, ઝહીર, કરીમ, અસફાક, રિયાઝ, સાજિદ, રીઝવાન, આરીફ, આબિદના કાકા, અબ્દુલરહેમાનના મામા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ એ સવાબ તા. 22-8-2026ના શનિવારે સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની તેમજ 11થી 12 ભાઈઓ-બહેનો બંને માટે વાયેઝ-જિયારત કચ્છી મેમણ જમાતખાના, માંડવી ખાતે.

ભચાઉ : જ્યોત્સનાબેન પરમાર  (ઉ.વ. 61) તે લુહાર ઘોઘાઈ પરમાર નાનજીભાઈના પત્ની, સ્વ. નારણભાઈ લુહારના પુત્રવધૂ, જિજ્ઞેશ, વિવેક, પીયૂષા, આશા, કુંજલના માતા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 24-8-2026ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન સરસ્વતી સોસાયટી, શેરી નં. 1, નવાગામ રોડ, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની દિલીપ ( ઉ.વ. 55) તે સ્વ. મણિબેન, સ્વ. લાલજી બેચર બીજલાણીના પુત્ર, રૂપાબેનના પતિ, મોહિત, ઓમના પિતા, તારાબેન, સુરેશ (સુબી), કિરણના ભાઈ, મનસુખલાલ નાનજી બુદ્ધભટ્ટીના સાળાહિરેન, સચિનના મામા, સ્વ. નારણદાસ, જેન્તીલાલ, સ્વ. દિવાળીબેન, ગં.સ્વ. બબીબેન, ગં.સ્વ. હીરાબેન, સ્વ. પ્રભાબેનના ભત્રીજા, સ્વ. નિર્મળાબેન હરિરામ સાકરિયા  (નારણપર), નર્મદાબેન અરાવિંદભાઈ સોનીના જમાઈ, સ્વ. કીર્તિ, સ્વ. વર્ષાબેન મનસુખલાલ બુદ્ધભટ્ટીના બનેવીભગવતી, વર્ષાના દિયર, ધારા, ભક્તિ, નેહા, સ્વ. કિંજલ, વરુણના કાકા તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-8-2026ના શનિવારે સાંજે 5થી 6 સોની જ્ઞાતિ સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

લોરિયા-હનુમાનનગર (તા. ભુજ) : ભાનુશાલી લક્ષ્મીબેન ભદ્રા (ઉ.વ. 95) તે સ્વ. હીરજી લાલજીના પત્ની, સ્વ. વીરજી, સ્વ. હરજી, ઉમરશી, સ્વ. રસીલાબેન  (શિરવા)ના ભાભી, કાનજી, ધનજી, રમેશ, પ્રેમજીના પિતરાઈ ભાભી, રામજી, રવજી, દેવકીબેન (ઝુરા), સ્વ. ચતુરાબેન (સુખપર-ભુજ), અમૃતબેન (ઝુરા), ગોદાવરીબેન (માનકૂવા)ના માતા, અરુણા (ઝુરા), ગીતાબેન, પુષ્પાબેન (વાસી- નવી મુંબઈ), દક્ષાબેન (નિરોણા), રણછોડ, પ્રીતિ, દિનેશ, જયંતી, ઇલાબેન (મુંદરા)ના દાદી, મૈયાબેન નરભેરામભાઇ વડોર (ભુજ)ના નણંદ, પરેશ, પ્રકાશ, સ્વ. કલ્પેશ, મનીષ, જયેશના ફઈ તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 22-8-2026ના શનિવારે સવારે 10થી 5 નિવાસ્થાન લોરિયા (હનુમાન નગર) ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : જાનબાઈ માવજી રૂડાણી (ઉ.વ. 91) તે સ્વ. માવજી મેઘજી રૂડાણીના પત્ની, સ્વ. કાનજીભાઈ, સ્વ. નારાણભાઈ, સ્વ. ડાહ્યીબેન (મોમાઇમોરા), કાંતાબેન (મુંબઇ)ના ભાભી, સ્વ. ધનવંતીબેન, સ્વ. હીરાબેનના જેઠાણી, સ્વ. પ્રભાબેન (ગાંધીધામ), પ્રભુલાલભાઈ, દિલીપભાઈ, તારાબેન (આણંદસર)ના માતા, દુર્ગાબેન, શાન્તાબેન, ભરતભાઈ (આણંદસર), સ્વ. રમણભાઈ (ગાંધીધામ)ના સાસુ, ગિરધરભાઈ, નવીનભાઈ, સ્વ. લીલાધરભાઈ, દશરથભાઈ, જાગેશભાઈના મોટા બા, નરેશકુમાર, રૂપેશકુમાર, ગીતાબેન (લંડન), હીનાબેન, લીનાબેન (આણંદસર)ના દાદી તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું  નિવાસસ્થાન દેશલપર ખાતે.

ઉમેદપર (તા. ભુજ) : શિવજીભાઇ જીવાભાઇ કેરાસિયા (વાઘાણી) (ઉ.વ. 76) તે માવજીભાઇ, રમેશભાઇના પિતા, ભીમજીભાઇ વાઘાણીના કાકા તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઉમેદપર ખાતે.

નાના વરનોરા (તા. ભુજ) : મમણ જાવેદ (ઉ.વ. 32) તે જખરા કેસરના પુત્ર, જાકબ, અજીજના ભત્રીજા, હનીફ, ઇમરાન, અલ્તાફ, સોયબના ભાઇ તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 20-8થી 22-8 સુધી ત્રણ દિવસ નિવાસસ્થાન નાના વરનોરા ખાતે.

ભેરૈયા (તા. માંડવી) : કરમશી રવજી પારસિયા (ઉ.વ. 68) તે સ્વ. મોંઘીબેન રવજી પારસિયાના પુત્ર, સાવિત્રીબેનના પતિ, નિતેશભાઇ, મહેશભાઈ, રાજેશભાઈના પિતા, ધર્મિષ્ઠાબેન, સરલાબેન, જાગૃતિબેનના સસરા, માહી, ધ્યાન, દર્પી, સ્તુતિ, સ્વરા, જિયાનના દાદા, શાંતિલાલભાઈ, અરાવિંદભાઈ, સ્વ. શાંતાબેન, નર્મદાબેનના ભાઈ, સ્વ. કાનુબેન નાનજી ધોળુ (લુડવા)ના જમાઈ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-8-2026ના શુક્રવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, ભેરૈયા ખાતે.

શેખાઈબાગ-ગુંદિયાળી (તા. માંડવી) : રિંકલ વસંતભાઈ વ્યાસ (ઉ.વ. 24) તે ગં.સ્વ. મંજુલાબેન વસંતભાઈ વ્યાસના પુત્રી, હરેશ, અંજના મેહુલ નાકર (બાગ), જાગૃતિ આશિષ મોતા (બાગ), મિત્તલ રૂપેન મોતા (લાલબાગ), રિદ્ધિના બહેન, શીતલબેનના નણંદ, ભૂમિત, શૌર્યના ફઈ, જયંતીલાલ કાનજી, સ્વ. નવીનભાઈ કાનજી, ચૂનીલાલ કાનજી, વિનોદ કાનજી, દમયંતીબેન રામજી મોતા, ગં.સ્વ. પુષ્પાબેન ઉમિયાશંકર મોતાના ભત્રીજી, મોગીબાઈ ખીમજી ઉગાણીના દોહિત્રી, નવીન ખીમજી, અરાવિંદભાઈ ખીમજી, પ્રવીણ ખીમજી, વસંત ખીમજી ઉગાણી (મસ્કા)ના ભાણેજી તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-8-2026ના બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, ગુંદિયાળી-શેખાઈબાગ ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : અ.સૌ. ભક્તિબેન પ્રદીપભાઇ વેદાંત તે ઉર્મિલાબેન ઇશ્વરલાલ ઠાકરશી વેદાંતના પુત્રવધૂ, નિકિતા, બાદલના માતા, હર્ષ ધીરજલાલ સારસ્વત (મુલુંડ)ના સાસુ, પ્રફુલભાઇ, હિતેષભાઇના ભાભી, ઉષાબેન, દીપાબેનના જેઠાણી, પુષ્પાબેન મધુકાંત હરિદાસ વેદાંત (મુલુંડ)ના પુત્રી, ઉમેશભાઇ, પ્રતિબેન, ઉર્વશીબેનના મોટા બહેન, મંત્ર, યોગના નાની, ખુશી, રીચી, તેજસના મોટી મા તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-8-2026ના બપોરે 3થી 5 ખોડિયાર બાગ, મોટી રાયણ ખાતે.

દેશલપર ગુંતલી (તા. નખત્રાણા) : કોલી સકીનાબાઈ સામત (ઉ.વ. 58) તા. 19-8-2026ના અવસાન પામ્યા છે.

સાંગનારા (તા.નખત્રાણા) : શિવજી દેવજી જેપાર (ઉ.વ. 52) તે લક્ષ્મીબેનના પતિ, દેવા ધના જેપારના પુત્ર, સ્વ. મંગારામ બાપુ (રામવાડી), જુમા દેવા જેપાર, પરબત દેવજી જેપાર, ગં.સ્વ. રામીબેન થાવર ગોરડિયા (ગઢવાળા), ભચીબેન કરશન બુચિયા (મોરઝર), નાનુબેન ખેતશી બુચિયા (વડવાકાંયા)ના ભાઈ, આચાર જખુ જેપારના કાકાઈ ભાઈ, ગીતાબેન બાબુલાલ બુચિયા (વડવાકાંયા), પુષ્પાબેન કાનજી ગંઢેર (નેત્રા), ભાવના, શંકર, દીપકના પિતા, રમેશ, સામજી, તેજસ, વિનોદ, તુલસી, ભરત, હિતેશ, ધીરજ, લખીબેન લાલજી પરમાર (ભુજોડી), કાન્તાબેન જીવરાજ ગંઢેર (નેત્રા), મંજુલાબેન અરવિંદ ભધ્રુ (મથલ), હંસાબેન વિપુલ ઓઢાણા (ઝુરા)ના કાકા, હેત્વીના દાદા, મેઘા ભીમા મેરિયા (ગંગોણ)ના જમાઈ તા. 20-8-2026ના અસવાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા બારસ તા. 24-8-2026 સોમવારે સાંજે અને તા. 25-8-2026ના સવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન સાંગનારા ખાતે.

કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : ધનજીભાઈ (સુરાણી) ભગત (ઉ.વ. 75) તે સ્વ. રતનબેન કરસન પ્રેમજી (સુરાણી) ભગતના પુત્ર, ઝવેરબેનના પતિ, અશ્વિનભાઈ, મહેશભાઈ, રેખાબેન મુકેશ (ભવાનીપુરા), ભાવનાબેન અશોક (મુંબઈ)ના પિતા, શ્રીનાથ, પ્રેમના દાદા, ગીતાબેન, હેતલબેનના સસરા, ગાવિંદભાઈ, ગોપાલભાઈ, નરેન્દ્રભાઈ, મણિલાલભાઈ, હીરાબેન (કુરબઈ), દેવકાબેન (જલારામ ફાર્મ), મણિબેન (જિયાપર), લક્ષ્મીબેન (કુરબઈ)ના ભાઈ, સ્વ. મેઘજી રતનશી પોકાર (કુરબઈ)ના જમાઈ તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 21-8-2026ના સવારે 8.30થી 11.30 કલ્યાણપર સતપંથ હોલમાં તેમજ તા. 22-8-2026ના સવારે 8થી 11 નિવાસસ્થાન આદિપુર ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : ગોપાલ ભાણજી ભગત (ઉ.વ. 88) (હાલે ગીતા ટિમ્બર ઉલ્લાસનગર), શિવજી ભાણજી ભગત, સ્વ. દેવજી ભાણજીના ભાઈ, સ્વ. રતનબેનના પતિ, ગં.સ્વ. નિર્મલાબેન (નાગપુર), સ્વ. ચંદુલાલ, લક્ષ્મીબેન (ઘાટકોપર), ચંચલબેન, વસંતભાઈના પિતા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-8-2026ના સવારે 8.30થી 10.30 ભગત પરિવાર સમાજવાડી, નાના અંગિયા ખાતે.

ઘાણીથર (તા. રાપર) : મેદુભા સબુભા જાડેજા (ઉ.વ. 73) તે રાણુભા, કેશુભા, ઉદુભાના ભાઇ, હરદીપસિંહ, સત્યપાલસિંહના પિતા, કિરીટસિંહ ઉર્ફે મુન્નાભાઇના કાકા તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-8-2026ના તથા ધાર્મિક ક્રિયા તા. 01-09-2026ના નિવાસસ્થાન ઘાણીથર (તા. રાપર) ખાતે.

રાજકોટ : જયશ્રીબેન વડેરા (ઉ.વ. 66) તે પ્રવીણભાઇ વડેરાના પત્ની, નીલેશ, વિપુલ, કલા, બીનાના માતા, મીત, શુભમના દાદી, વિનુભાઇના ભાભી તા. 20-8-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 21-8-2026ના શુક્રવારે સાંજે 5થી 6 નાગેશ્વર મહાદેવ મંદિર, અશોક સમ્રાટ સ્કૂલ, મોરારિનગર, મેઇન રોડ, રાજકોટ ખાતે.

મુંબઇ : મૂળ માંડવી હાલે વસઇ-મુંબઇના કચ્છી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ પંકજભાઇ મહેતા (ઉ.વ. 62) તે સ્વ. રેખાબેન રમેશચંદ્ર વનેચંદભાઇના પુત્ર, નીતાબેનના પતિ, બિજલ, ગૌરવના પિતા, જય પરેશભાઇ અજમેરાના સસરા, રક્ષાબેન નીતિનભાઇ વોરાના ભાઇસ્વ. સ્નેહલતાબેન મધુકાંત પાનાચંદભાઇ શાહ (ભુજ)ના જમાઇ, કાંતિભાઇ, પ્રકાશભાઇ, રજનીભાઇ, લલિતભાઇ, પ્રફુલભાઇ, કંચનબેન, ચેતનાબેન, નિર્મલાબેન, મંજુલાબેન, ગુણવંતીબેન, જયશ્રીબેનના ભત્રીજા, અમિતભાઇના બનેવી તા. 19-8-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Panchang

dd