ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છમાં પોલીસે દારૂ
અંગેની બે કાર્યવાહી કરીને રૂા. 48,414 સાથે
એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે ત્રણ શખ્સો હાથમાં આવ્યા નહોતા. ગાંધીધામના ગળપાદરમાં
પાણીના પ્લાન્ટમાં પોલસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો, પરંતુ આરોપી સચિન ઉર્ફે સતલો વિનોદ ચૌહાણને
પોલીસની ગંધ આવી ગઇ હોય તેમ તે ગેરહાજર રહ્યો હતો. આ દુકાનમાંથી 8 પી.એમ.ના 144 કવાર્ટરિયા, ગ્રીન લબલના 96 કવાર્ટરિયા એમ કુલ્લ રૂા. 33,600ના દારૂ જપ્ત કરાયો હતો. બીજી
કાર્યવાહી અંજારમાં મચ્છીપીઠ, ગાંધી
ફળિયું ત્રિકમરાય એપાર્ટમેન્ટના મકાન નંબર ત્રણમાં કરવામાં આવી હતી. અહી રહેનાર અભિષેક
ભરત મોરવાડિયા (સોની)ની દ્વિચક્રીય ગાડી જી.જે. 12-ઇ.ડી. 4139માંથી એક બોટલ જપ્ત કરી તેની
રૂમમાં તપાસ કરાઇ હતી જેમાં પણ દારૂ મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી રૂા. 14,814નો શરાબ જપ્ત કરાયો હતો. તેને
આ દારૂ અંજારનો જયેશ રામજી પ્રજાપતિ અને ખેડોઇનો અજયસિંહ ચૂડાસમા આપી ગયો હતો.