• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

આરાધના ભવન જૈન સંઘ ખાતે નવ ભવની પ્રીતિનું આયોજન

ભુજ, તા. 20 : આરાધના ભવન જૈન સંઘના ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા આનંદવર્ધનસૂરિશ્વરજી, આત્મદર્શનસૂરિશ્વરજી આદિઠાણા-18ની હાજરીમાં દાતા પ્રેમીલાબેન સ્વરૂપચંદભાઇ મહેતા પરિવારના સહયોગથી નેમનાથ પ્રભુની નવ ભવની પ્રીતિનો કાર્યક્રમ યોજાયો હતો. બોર્ડિંગ સ્કૂલમાં રેવતાચલ સુધી નવ ભવની પ્રીતિના સ્ટેજ કાર્યક્રમનો આરંભ માંગલિકથી થયો હતો. 20થી વધારે કલાકારનો રોલ સંઘના બાળકોએ ભજવ્યો હતો. દરેક પાત્રે પ્રસંગમાં જીવંતતા લાવવા પ્રયાસ કર્યો હતો. કુ. રાજલના પાત્રમાં જીવંતતા લાવવા ઝિયાંશી પ્રશાંત ખંડોરે દરેક પ્રસંગને અનુરૂપ અભિનયમાં પોતાની કલાના કામણ પાથર્યા હતા. કૃષ્ણ મહારાજની ભૂમિકામાં પ્રશાંત ખંડોર, નેમનાથ પ્રભુના પાત્રમાં કલ્પભાઇએ વિવિધ પાત્રો ભજવી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. કલાકારોને 95 હજારની ભેટ અપાઇ હતી, જે તેમણે જીવદયાને અર્પણ કરી હતી. સંઘ સમાજ તથા યુવા મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, યુવાનોએ સહયોગ આપ્યો હતો તેવું માનદમંત્રી ચંદુલાલભાઇ તથા મીડિયા કન્વીનર વી. જી. મહેતાએ જણાવ્યું હતું.

Panchang

dd