• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ગાંધીધામ-ભાગલપુર ટ્રેનને જૂના રૂટ ઉપરથી ચલાવવા રેલવેની ખાતરી

ગાંધીધામ, તા. 20 : ગાંધીધામથી બિહાર જવા માટેની ભાગલપુર ટ્રેનને નવા રૂટ ઉપરથી ચલાવવામાં આવી રહી છે. વારંવારની રજૂઆત પછી હવે જૂના રૂટ ઉપર ચલાવવા માટેની ખાતરી આપવામાં આવી છે. માનવ બિહારી કચ્છ સેવા સંસ્થાન ગાંધીધામ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી સંસ્થાના પ્રમુખ પ્રવીણાસિંહ, રામચંદ્રાસિંહ, કુમારાસિંહ, બિંદેશ્વર યાદવ તથા રાજદેવરાય ગઢવી સાથેના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવ સાથે મુલાકાત કરી રેલવે સંબંધિત પ્રશ્નો માટે રજૂઆત કરી હતી, જેના પગલે રેલવે મંત્રીએ ભાગલપુર અને જૂના રૂટ ઉપર ચલાવવા માટેની ખાતરી આપી છે. આ ઉપરાંત અમૃત ભારત એક્સપ્રેસ નામની ટ્રેન શરૂ કરવામાં આવશે, જે ગોરખપુર રૂટ થઈને ભુજથી દરભંગા બિહાર સુધી દોડાવાશે તેમજ ગાંધીધામ-હાવડા ગરબા એક્સપ્રેસ અઠવાડિયામાં બે વખત દોડાવવાની ખાતરી આપવામાં આવી છે તેમજ સમિતિ દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં કેન્ટીન સુવિધાની માગણી કરી હતી. રેલવે વિભાગ દ્વારા તેનો સ્વીકાર કરીને પેન્ટિગ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Panchang

dd