લીડસ, તા. 20 : ઇંગ્લેન્ડના ઝડપી બોલર ઓલિ રોબિન્સને પાકિસ્તાન
વિરુદ્ધની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે નવો રેકોર્ડ બનાવ્યો છે. રોબિન્સને મેચના પહેલા
દડે જ પાક. ઓપનર અજાન અવૈસને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ
શ્રેણીના પહેલા દડા પર વિકેટની આ પહેલી ઘટના છે. ઇંગ્લેન્ડ 1880થી ટેસ્ટ મેચોની યજમાની કરે છે. ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટમાં શ્રેણીના પહેલા દડે 11 વખત વિકેટની ઘટના ઘટી છે. જેમ્સ એન્ડરસન આવું કરનારો ઈંગ્લેન્ડનો પહેલો બોલર હતો.
તેણે 2019-20ની શ્રેણીમાં આફ્રિકી બેટર ડિન એલ્ગરને શ્રેણીના પહેલા મેચના પહેલા દડે શિકાર બનાવ્યો
હતો. ભારત તરફથી આવું પરાક્રમ કપિલ દેવ કરી ચૂક્યા છે. તેમણે 1992માં ડરબન ટેસ્ટના પહેલા દડે આફ્રિકી ઓપનર જિમી કૂકની વિકેટ લીધી હતી જ્યારે ટેસ્ટ
મેચના પહેલા દડે 36 વખત વિકેટ પડવાની ઘટના બની છે.