• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

દુલિપ ટ્રોફીની ફાઇનલ બેંગ્લુરુના બદલે ચેન્નાઇમાં રમાશે

નવી દિલ્હી, તા. 20 : દુલિપ ટ્રોફીની ફાઇનલ મેચ બેંગ્લુરુ સ્થિત સેન્ટર ફોર એકિસીલેંસના બદલે ચેન્નાઇના એમ. ચિંદબરમ સ્ટેડિયમ ખાતે રમાશે, એવી જાહેરાત આજે બીસીસીઆઇએ કરી છે. ફાઇનલ સિવાયની બાકીની મેચ બેંગ્લુરુમાં જ રમાશે. બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું દુલિપ ટ્રોફી મહત્ત્વપૂર્ણ પ્રથમ શ્રેણી ટૂર્નામેન્ટ છે. પ્રશંસકોને તેનો ફાઇનલ મુકાબલો સ્ટેડિયમમાં જોવાનો મોકો મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દુલિપ ટ્રોફીનો પ્રારંભ 23 ઓગસ્ટથી થશે અને ફાઇનલ મુકાબલો 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.

Panchang

dd