• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કચ્છની 18 હોટેલ-રેસ્ટોરન્ટમાં વાસી ગ્રેવી અને ફેટ સ્પેડનો નાશ કરાયો

ભુજ, તા. 20 : કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 18 હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચાકિંગ કરી વાસી ગ્રેવી અને ફેટ પ્રેડ સહિતનો મોટો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો તેમજ શિડયુલ-4ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર 9 પેઢીઓને સુધારણા નોટિસ ફટકારાઈ હતી. જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ એસ.બી. પટેલ, એમ. એમ. પટેલ તથા વી. એમ. બરંડાની સંયુક્ત ટીમ દ્વારા હોટલ-રેસ્ટોરન્ટના રસોડા, સ્વચ્છતા, કારીગરોની આરોગ્યવિષયક પરિસ્થિતિ, એફએસએસએઆઈ લાયસન્સ અને ડિસ્પ્લે બોર્ડ સહિત `ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ'ના-શિડયુલ-4 મુજબની તમામ શરતોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન જે સ્થળોએ અસ્વચ્છતા, વાસી ખોરાક કે બિનઆરોગ્યપ્રદ વાતાવરણ માલૂમ પડ્યું હતું ત્યાં તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાયા હતા. બટરના નામે વપરાતું અંદાજે 30 કિલો ફેટ પ્રેડ, 8 કિલો વાસી પનીર, સિન્થેટિક ફૂડ કલર વાળી 40 કિલો વાસી ગ્રેવી, 500 ગ્રામ કૃત્રિમ કલર, પાઉંભાજી માટે વપરાતા 6 ડઝન અનબ્રાન્ડેડ પાવ તથા પાકિંગ પર કોઈ જ વિગતો વગરના બ્રેડના પેકેટ્સ સ્થળ પર જ જપ્ત કરી માનવ વપરાશ માટે અયોગ્ય ગણાવી નાશ કરવામાં આવ્યો હતો. તમામ ખાદ્ય વ્યવસાયકારોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓએ ઉત્પાદન કે રસોઈમાં ઉપયોગમાં લેવાતો તમામ કાચો માલ લેબાલિંગની સંપૂર્ણ વિગતો વાળો જ વાપરવો તેમજ રસોડામાં સ્વચ્છતા અને કર્મચારીઓની હાઇજીનનું ચુસ્ત પાલન કરવું.

Panchang

dd