ભુજ, તા. 20 : આધારકાર્ડ બનાવી દેવાના બહાને એનઆરઆઇ વૃદ્ધાનાં
મકાનનું પાવરનામું બનાવી ખોટી સહીઓ કરી મકાન વેચી મારવાના ખોટા દસ્તાવેજના ભુજના ચકચારી
કેસમાં વકીલ એવા પુપુલ શિવજી સંઘારના આગોતરા જામીન નામંજૂર થયા છે. થોડા દિવસ પહેલાં
જ આ બનાવ અંગેની ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે મૂળ ભુજના હાલે લંડન રહેતા વૃદ્ધાએ વકીલ
પુપુલ સંઘાર તથા તેના પિતા, માતા અને ભાઇ તેમજ મકાન ખરીદનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં
આરોપી બિદડા રહેતા અને વકીલાત કરતા પુપુલ સંઘારે આગોતરા જામીનની અરજી કરતાં ભુજના છઠ્ઠા
અધિક સેશન્સ જજે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ
સુરેશ એ. મહેશ્વરી હાજર રહ્યા હતા.