• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

પાકિસ્તાન-શ્રીલંકા-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રિકોણીય વન-ડે શ્રેણી રમાશે

લાહોર, તા. 20 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ જાહેર કર્યું છે કે પાકિસ્તાનની ધરતી પર 18થી 31 ઓકટોબર દરમિયાન ત્રિકોણીય વન-ડે શ્રેણી રમાશે. જેમાં યજમાન પાકિસ્તાન સાથે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ટીમની ટકકર થશે. ત્રિકોણીય શ્રેણીની તમામ મેચ રાવલપિંડી અને લાહોરમાં રમાશે. પહેલી મેચમાં 18 ઓકટોબરે શ્રીલંકા-પાકિસ્તાન આમને-સામને હશે. જયારે લાહોરના ગદાફી સ્ટડિયમ ખાતે 31 ઓકટોબરે ફાઇનલ મુકાબલો રમાશે. 2027ના વન-ડે વિશ્વ કપની તૈયારી માટે આ ત્રિકોણીય વન-ડે શ્રેણીનું આયોજન પીસીબીએ કર્યું છે.

Panchang

dd