• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

સિનસિનાટી ઓપનમાં અપસેટ : સબાલેંકા આઉટ

સિનસિનાટી, તા. 20 : સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં અપસેટ થયો છે. દુનિયાની નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ છે. ઝેક ગણરાજયની 20 વર્ષીય ખેલાડી સારા બેજલેકનો સબાલેંકા વિરુદ્ધ 7-6 અને 6-4થી શાનદાર વિજય થયો હતો. દુનિયાની 3પમા નંબરની ખેલાડીનો પહેલીવાર ટોચની ક્રમાંકિત કોઇ ખેલાડી સામે વિજય થયો છે અને આ સાથે જ પહેલીવાર ડબ્લ્યૂટીએ-1000 ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Panchang

dd