• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

બિદડાની વાડીમાં સંતાડાયેલો રૂા. 1.33 લાખનો શરાબ જપ્ત

ભુજ, તા. 20 : ગઇકાલે રાત્રે પશ્ચિમ કચ્છ એલસીબીએ બિદડાની વાડીમાં સંતાડેલા રૂા. 1,33,040ના શરાબના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે શરાબ મગાવી સંતાડનારા બે આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગઇકાલે રાત્રે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે માંડવી તાલુકાના બિદડાના જલારામ બાગની પાછળ આવેલી રભુતવાડીની ઓરડી પાસેના ઝાડ નીચે તાડપત્રી તળે સંતાડેલા અલગ-અલગ બ્રાન્ડના શરાબના કવાર્ટરિયા નંગ 664 તથા 24 બિયરના ટીન એમ કુલ્લે રૂા. 1,33,040ના શરાબ તથા એક મોબાઇલ કિં.રૂા. 500ના મુદ્દામાલ સાથે આરોપી અમૃતભાઇ શામજી રામાણીને ઝડપી લીધો હતો. આ માલ અર્જુન ભીખા સંઘાર (રહે. બિદડા) અહીં સંતાડી ગયાનું અમૃતભાઇએ જણાવ્યું હતું. અર્જુન અને બાબુ મંગા સંઘાર (રહે. બિદડા)એ સાથે મળી શરાબ મગાવ્યો હતો. કોડાય પોલીસમાં ત્રણે સામે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અર્જુન અને બાબુને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એએસઆઇ દેવજીભાઇ મહેશ્વરી, સૂરજભાઇ વેગડા, હે.કો. લીલાભાઇ દેસાઇ, મૂળરાજભાઇ ગઢવી, રાજેશભાઇ ગઢવી જોડાયા હતા.

Panchang

dd