• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ભદ્રેશ્વરના મોહનગિરિ શંભુગિરિ ગોસ્વામી (ઉ.વ. 67) તે શારદાબેનના પતિ, સ્વ. કબીબેન શંભુગર ગોસ્વામીના પુત્ર, લક્ષ્મણગિરિ, કમલેશગિરિ, રમેશગિરિ, ગીતાબેન દિલીપગિરિના ભાઇ, જ્યોતિબેનના દિયર, કાજલબેનના જેઠ, દીપાલી તથા નયનગિરિના પિતા, મીનાબેન તથા હરેશગિરિ (ઝરપરા)ના સસરા, દર્શના, અનિલના કાકા, સેજલ, ઉદિતના મોટાબાપા, મોહનીસના મામા, રિતિકા, પ્રસિદ્ધિ, ટીસાના દાદા, મયંકગિરિ અને ખુશીના નાના, સ્વ. ગૌરીબેન શંભુગર (દહીંસરા)ના જમાઇ, સવિતાબેન, સ્વ. શાંતાબેન, મંજુલાબેન, વર્ષાબેન, સ્વ. કાંતાબેન, હરેશગિરિ, મુકેશગિરિના બનેવી તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 17-8-2026ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : સમેજા મૌલાના સિધિક અબ્દુલકરીમ (મોહમ્મદ પન્ના મસ્જિદવાળા) (ઉ.વ. 59) તે જુમ્મા, મુબારકના ભાઇ, અબુબકર, મોશીન, સાબુદ્દીનના પિતા, આચાર મુગરના ભત્રીજા, હાજી અગન, હાજી રમજાનના ભાણેજ, મૌલાના અલીફના માસિયાઇ ભાઇ તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-8-2026ના સોમવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, કેમ્પ એરિયા, ભુજ ખાતે.

ભુજ : મમણ રેહાન હનીફ (ઉ.વ. 17) તે નૂરમામદ હારુન (ભંગારવાળા), દાઉદ હારુન, બશીર હારુન, આમદ હારુન (નગરપાલિકા)ના પૌત્ર, હનીફ નૂરમામદના પુત્ર, રજાક, આરીફના ભત્રીજા, ઇબ્રાહિમ લાલમામદના દોહિત્ર તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-8-2026ના સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ ખાતે.

ભુજ : ઠાકોર (કોલી) નવીન લખમણભાઇ (ઉ.વ. 61) તે મંગળાબેનના પતિ, રાજ, રણજિત, આશાબેન રમેશભાઇ, સપનાબેન નવીનભાઇ, દીપાબેન જિજ્ઞેશભાઇના પિતા, રમીલાબેન, રેખાબેનના સસરા, રમેશભાઇ, કિશોરભાઇના ભાઇ, રતનબેન, રસીલાબેનના જેઠ તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સોમવારે સાંજે 5થી 6 રાજગોર ત્ર્યંબકેશ્વર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : સોલંકી અબ્દુલઅજીજ હાજી અબ્દુલ્લા (મોઅઝીન તાહા મસ્જિદ) (ઉ.વ. 62) તે અલ્તાફ, આરીફના પિતા, હાજી અદ્રેમાન, મ. હાજી અબુબકર (ચક્કીવાળા), અબ્દુલસતાર (ચક્કીવાળા), હાજી અબ્દુલગફુરના ભાઇ, મ. ઇશાભાઇ (વાડા), મ. કાસમભાઇ (વાડા), સમેજા સિધિક મિત્રી (વાડા)ના બનેવી, અનવર સમા (ભુજ), કાસમ પઢિયાર (ભુજ), દાઉદખાન પઠાણ (માંડવી), થેબા આદમભાઇ (એ.એસ.આઇ. માનકૂવા પો.સ્ટે.)ના સાળા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-8-2026ના સવારે 10થી 11 મસ્જિદે તાહા, સંજોગનગર, ભુજ ખાતે.

અંજાર : મૂળ ચિત્રોડના પાર્વતીબેન રમેશભાઇ પ્રજાપતિ (ઉ.વ. 6ર) તે સ્વ. માકુબેન ધરમશીભાઈ પ્રજાપતિના પુત્રવધૂ, સ્વ. સંતોકબેન, હેમાભાઈ જગાભાઈ પ્રજાપતિ (વાંકાનેર)ના પુત્રી, સ્વ. રણછોડભાઈના નાના ભાઇના પત્ની, ભરતભાઇ (આણંદ), નવીનભાઇ, મોંઘીબેન પ્રાગજી, ભારતીબેન ખેતાભાઇ (આણંદ), ગીતાબેન રમેશભાઇ (ડિસા), ભગવતીબેન હરિલાલ (ભચાઉ), નર્મદાબેન પ્રેમજીભાઈ (સુરત), મુકતાબેન રામજી, જોશનાબેન ભરતભાઈ (કુકમા)ના ભાભી, સ્વ. જેસંગભાઇ (સામખિયાળી), સ્વ. હીરાબેન શિવજીભાઇ, સ્વ. ખીમજીભાઇ વજુભાઇ, કિશોરભાઇ, ભરતભાઇના બહેન, શાંતિબેન, આરતીબેનના નણંદ, કિશન, નિલમ, રૂપલના માતા, સંદીપ, ઉત્તમ, ગીતા, શીતલ, કમલેશ, માધુરી, દિશાના ફઇ, જયેશ, વિપુલ, પલ્લવીના કાકી, સુનિતા, નાનજીના કાકીસાસુ, શ્રદ્ધા, પૃથ્વી, સચિન, નિશાન, શ્વેતાના મોટીમાં, ભરતભાઇ, દિવ્યાબેનના મોટીમા સાસુ, જાન્વી, રિયાના દાદી, પ્રકાશ, દક્ષાના માસી તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સોમવારે સાંજે પથી 6 પ્રજાપતિ સમાજ ભવન, અંજાર ખાતે. (લોકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : મૂળ રાપર લાખાગઢના વરુણનાથ હરિનાથ સાધુ તે સ્વ. શિવનાથ લક્ષ્મણનાથ નાથબાવા (સાધુ) અને લક્ષ્મીબેનના પૌત્ર, પ્રેમિલાબેન શંભુનાથના દોહિત્ર, રશ્મિબેન હરિનાથ સાધુના પુત્ર, અનસુયા કનૈયાલાલ સાધુ, ધનગૌરી રામનાથ સાધુના ભત્રીજા, સવિતાબેન, જયાબેન, સ્વ.ગીતાબેન, હેમાબેન, સરોજબેન, રમાબેનના ભત્રી, હિતેશ, ભરત, ધરમ, સિદ્ધાર્થ, ઉદય, માધવ, નેહલ, જ્યોતિ, હેતલ, કિરણ, મેઘા, વૈદેહી, અપેક્ષાના ભાઈ તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 21-8-2026ના શુક્રવારે નિવાસસ્થાન હરિનાથ શિવનાથ સાધુ-ગણેશનગર, પાટીદાર પાર્કની બાજુમાં, ઉમા વિદ્યાલય સ્કૂલ પાછળ, માંડવી ખાતે.

માંડવી : ગાગબાઇ રામજી શીરોખા (ઉ.વ. 81) તે સ્વ. રામજી શીરોખા (પોલીસ જમાદાર)ના પત્ની, સ્વ. વેરશી ખેતશી, ભચુભાઇ (નગરપાલિકા)ના ભાભી, સ્વ. વેલજી શીરોખાના પુત્રવધૂ, ધનજી, તુલશી, ધનબાઇ કરમશી ધેડા, લક્ષ્મી ખેતશી સીચણિયા, ભચીબાઇ દામજી દેવરિયા, શાન્તુ વસનજીના માતા, દિવેશ, ધનજી, અનિકેત, તુલસી, નીર, હેતલના દાદી તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. તા. 17-8-2026ના સોમવારે સવારે પાણી (ઘડાઢોળ) સોનાવારા નાકા અંદર, માંડવી ખાતે.

મુંદરા : મૂળ પત્રીના રાઠોડ મંગલભાઇ મેરૂભાઇ (ઉ.વ. 74) તે સ્વ. લીલાવંતીબેનના પતિ, રાઉ ધનજીભાઇ (હોટલવાળા)ના મામા, સ્વ. વેલજીભાઇ, શંભુભાઇ, સ્વ. મણિબેન ભીખુભાઇ સોલંકીના ભાઇ, નિકુંજના કાકા તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સોમવારે સાંજે 4થી 5 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

ભચાઉ : આરબ ગુલામહુશેન મોહમંદ (ઉર્ફે હુશેની) (ઉ.વ. 71) તે ફારૂકના પિતા તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-8-2026ના સવારે 10થી 11 ઈદગાહ, ભચાઉ ખાતે.

કુકમા (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. જયાબેન રઘુરામ પરમાર (ઉ.વ. 73) તે સ્વ. રઘુરામ પૂંજાભાઇ પરમારના પત્ની, સ્વ. ધનગવરીબેન મોતીલાલ વરૂના પુત્રી, લલિત (કડિયા), હિતેષ (પ્લમ્બર)ના માતા, વૈશાલીના સાસુ, કલ્પના દાદી, શાંતાબેન મનહરભાઇ પરમાર, સુધાબેન નરસિંહ ચૌહાણના ભાભી, નીતેશ, પૂજા શ્યામ રાઠોડના મોટીમા, હરિલાલ, ચંપકભાઇ, મુકેશભાઇ, ગીતાબેન મનસુખભાઇ ચૌહાણ, ઉષાબેન ચંદુલાલ ગોહિલના બહેન તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સોમવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજવાડી, કુકમા ખાતે.

મોટા રેહા : કચ્છી દશા શ્રીમાળી વણિક હાલે દાભોળ (રત્નાગિરિ-મહારાષ્ટ્ર) ધનલક્ષ્મીબેન અમૃતલાલ મહેતા (ઉ.વ. 77) તે સ્વ. ચતુરાબેન તથા સ્વ. રવિલાલભાઈ રામજી મહેતા (રેહા-કચ્છ)ના પુત્રવધૂ, અમૃતલાલ રવિલાલ મહેતાના પત્ની, સ્વ. સવિતાબેન (ભચીબેન) તથા સ્વ. શાંતિલાલ મહેતા (માંડવી)ના પુત્રી, મનીષાબેન, દિલ્પાબેન, વૈશાલીબેન, રોહિતભાઈ, પૂજાબેનના માતા, અભયભાઈ, જયેશભાઇ, ઉદયભાઈ, અમૃતાબેન, પ્રજ્ઞેશભાઈના સાસુ, સ્વ. ધીરજબેન, સ્વ. માણેક્લાલભાઈ, સ્વ. ચાંદુબેન, સ્વ. સૂરજબેન, સ્વ. પુષ્પાબેન, જનકબેનના ભાભી, નિર્મલાબેનના દેરાણી, જિતેશ, દીના, ભ્રાંતિ, જિજ્ઞાસાના કાકી, સ્વ. પ્રવીણભાઈ, કોકિલાબેન, સતીશભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. કીર્તિભાઇ, નિશાબેનના બહેન, હર્ષ, પલકના દાદી, આતિશ, નિમિષ, ઇશિતા, આર્યા, સિદ્ધિ, યશ્વી, પાર્થના નાની તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સોમવારે સવારે 11થી 1 દાભોળ ખાતે.

ખેડોઈ (તા. અંજાર) : મૂળ કોપેણીના નંદકુંવરબા રૂપસંગજી ઝાલા તે ઝાલા બહાદુરાસિંહના માતા, ગિરિરાજાસિંહ, જયપાલાસિંહના દાદી તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-8થી  26-8-2026 સુધી કોમ્યુનિટી હોલ, ભવાની ચોક, ગ્રામ પંચાયતની બાજુમાં, ખેડોઈ ખાતે. ઉત્તરક્રિયા તા. 26-8-2026ના બુધવારે નિવાસસ્થાને.

રાજપર (તા. માંડવી) : હાલે  ડોમ્બીવલી પ્રફુલ્લ શિવદાસ સેંઘાણી (ઉ.વ. 56) તે ગં.સ્વ. નાનુબેન શિવદાસ સેંઘાણીના પુત્ર, જયશ્રીબેનના પતિ, મહેકભાઈ, મૈત્રીબેનના પિતા, રિંકલબેન, પાર્થભાઈના સસરા, સ્વ. નવીનભાઈ, શાંતિભાઈના ભાઈ, ગં.સ્વ. કસ્તૂરબેન, કંચનબેનના દિયર, હીરના દાદા, કેશવલાલ રતનશીભાઈ ભીમાણી (વેસલપર)ના જમાઈ તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સવારે 8.30થી 12 પાટીદાર સમાજવાડી, રાજપર ખાતે.

બિદડા (તા. માંડવી) : જાડેજા ઈન્દ્રાબા રણછોડજી (ઉ.વ. 70) તે રણછોડજી જસુભાના પત્ની, જાડેજા વિક્રમાસિંહ જસુભા,નરેન્દ્રસિહ હેમભા જાડેજા, સ્વ. કિરીટસિહ હેમભા, અજિતાસિંહ હેમભાના ભાભી, જાડેજા સિદ્ધરાજસિંહના માતા તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર ગઢ, બિદડા ખાતે. ઉત્તરકિયા તા. 24-8-2026ના સોમવારે નિવાસસ્થાન દરબાર ગઢ ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : સમેજા ફરીદ જુસબ (ઉ.વ. 31) તે જુસબ ઇભલાના પુત્ર, સાહિલ, અલ્તાફ, રિઝવાનના ભાઈ તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-8-2026ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મોટા આસંબિયા ખાતે.

ગુંદાલા (તા. મુંદરા) : મૂળ માંડવીના કચ્છી બ્રહ્મક્ષત્રિય દિપેશ કનકાસિંહ મચ્છર (ઉ.વ. 41) તે ગં.સ્વ. અરૂણાબેન કનકાસિંહ મચ્છરના પુત્ર, દિપાબેનના પતિ, જલ્પેશ, પરેશ, ભાવિકા અલ્પેશ ગજકંધના ભાઈસ્વ. કીર્તિ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. ભરતના ભત્રીજા, ધ્રુવિના પિતા, સંગીતાબેનના જેઠ, તનય, માનવના મોટાબાપા, ગં.સ્વ. ભારતીબેન ભગવાનજીભાઈ ધડા (માંડવી)ના જમાઈ, સ્વ. પ્રભાબેન કેશવજી લીયા (ગુંદાલા)ના દોહિત્ર, દિપક, રાજેશના બનેવી તા. 14-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સોમવારે સાંજે 4થી 5 નિલકંઠ મહાદેવ મંદિર, ગુંદાલા ખાતે.

નવીનાળ (તા. મુંદરા) : બાલુભા હનાજી ચાવડા (ઉ.વ. 70) તે સ્વ. હનાજી બાપુજીના પુત્ર, સ્વ. બચુભા, રૂપસંગજી, સ્વ. પ્રેમસંગજી, બળવંતાસિંહના ભાઇ, રણજિતાસિંહના પિતા તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું 18-8-2026ના. ઉત્તરક્રિયા તા. 27-8-2026ના ચાવડા વાસ, નવીનાળ ખાતે.

બારોઈ (તા. મુંદરા) : કુરેશી લતીફ આમદ (ઉ.વ. 68) તે રમજાનના પિતા, અનવરના ભાઈ, અકરમ, હનીફ, મન્સુરના મોટાબાપા, મ. ફકીરમામદ કેવરના જમાઈ, હાજી સતાર, મ. નૂરમામદ, હાજી અલીમામદ, સુલેમાન, ઓસમાણ, કાસમના બનેવી, મ. ઓસમાણ સોતા, સુલેમાન ભજીર, આશિફ તુર્ક, નારેજા અશરફના સસરા તા. 15-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-8-2026ના સવારે 10.30થી 11.30 જમાતખાના, બારોઈ ખાતે.

વરમસેડા (તા. નખત્રાણા) : રબારી સામત પચાણભાઇ (ઉ.વ. 33) તે નાથીબેનના પતિ, હિરેન, ધીરેન, સોનુબેનના પિતા, રબારી પચાણભાઇ સૂરા અને મોંઘીબેનના પુત્ર, બકુલ, મેરૂ પચાણના ભાઇ, હિમાબેનના દિયર, આરવના કાકા, રામાભાઇ સુરા, કરમીબેનના ભત્રીજા, પેના રામા, સામા રામાના કાકાઇ ભાઇ, રબારી ઓલ ફકીર, રબારી ભીમા ફકીરના બનેવી, દેવાભાઇ જગમાલ, શંભુભાઇ જગમાલ રબારી (સરપંચ કોટડા-સણોસરા), ભરત જગમાલના ભાણેજ તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-8-2026ના તથા ઘડાઢોળ તા. 21-8-2026ના વરમસેડા ખાતે.

નલિયા (તા. અબડાસા) : હિરાબા પ્રવિણાસિંહ જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. પ્રવીણાસિંહ અમરસંગજી જાડેજાના પત્ની, કિશોરાસિંહ જાડેજા (પીડબલ્યુડી), સ્વ. અનિરુદ્ધાસિંહ જાડેજા, સ્વ. રાજેન્દ્રાસિંહ જાડેજાના માતા, ભગીરથાસિંહ વખતાસિંહ જાડેજા, ઇન્દ્રજીતાસિંહ પૃથ્વીરાજાસિંહ જાડેજા, સત્યપાલાસિંહ પૃથ્વીરાજાસિંહ જાડેજા, હેમેન્દ્રાસિંહ ગંભીરાસિંહ જાડેજાના ભાભુમા, દિગ્વિજયાસિંહ અનિરુદ્ધાસિંહ જાડેજા, કુલદીપાસિંહ કિશોરાસિંહ જાડેજાના દાદી તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નલિયા ખાતે.

ભીમપર (તા. અબડાસા) : જાડેજા હર્ષદબા દિલુભા (ઉ.વ. 50) તે દિલુભા ભીખુભાના પત્ની, શક્તિસિંહ, યશપાલસિંહના માતા, જાડેજા ગજુભા ભીખુભા, જાડેજા લાખુભા ભીખુભા, જાડેજા વનરાજસિંહ ભીખુભાના ભાભી, લક્કીરાજસિંહ, વંશરાજસિંહ, પુષ્પરાજસિંહના ભાભુમા, યક્ષરાજસિંહ, મનસ્વીબાના દાદી, સરવૈયા અર્જુનસિંહ ચેતનસિંહના મામી, ગોહિલ ભરતસિંહ ભીખુભા (થરસર-ભાવનગર)ના પુત્રી, ગોહિલ અનિરુદ્ધસિંહ ભરતસિંહના બહેન તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ભીમપર ખાતે.

વાયોર (તા. અબડાસા) : ઓઢેજા ઈશા સિધિક (ઉ.વ. 66) તે  ઈલીયાસ, જુસબના મોટા ભાઈ, ઈબ્રાહિમ, રમજાન, મ. જાકબના પિતા તા. 15-8-2026ના અવસાન પામ્યસા છે. વાયેઝ-જિયારત તા. 18-8-2026ના મંગળવારે સવારે 10 કલાકે મસ્જિદ, વાયોર ખાતે.

અમદાવાદ : મૂળ તુણાના દેવીલા ચંદ્રકાંત શેઠિયા (ઠક્કર) (ઉ.વ. 73) તે સ્વ. દિવાળીબેન નરશીભાઈ વીરજીભાઈ શેઠિયા (તુણા)ના પુત્રવધૂ, દીપક, હેમાંગ, રેશમાબેનના માતા, શીતલબેન, કોમલબેન, હિતેષભાઇ ચંદેના સાસુ, મુકતાબેન પ્રદીપભાઈ શેઠિયાલીલાવંતીબેન  દિનેશભાઈ શેઠિયા, સ્વ. મુકતાબેન હંસરાજભાઈ રૂપારેલ, સ્વ. રમીલાબેન ભરતભાઈ પલણ, કોકિલાબેન રમણીકલાલ રૂપારેલ, પ્રતિમાબેન ઘનશ્યામભાઈ ચોથાણીના ભાભી, વિધિ, વંશ, હર્ષના દાદી, હર્ષના નાની, યોગેશ, કપિલ, વિશાલ, સીમા, ભાવના, રિંકુના મોટામા, દામજીભાઈ ધામેચાના પુત્રી, સ્વ. ચત્રભુજ, સ્વ. દિલીપ, સ્વ. સુરેશભાઈ, શીલાબેન અનુપભાઈ ચંદારાણા, લતાબેન મહેશભાઈના બહેન તા. 15-8-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-8-2026ના સાંજે 4થી 5 ગોતા, અમદાવાદ ખાતે.

Panchang

dd