• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : જયાબેન અજાણી (ઉ.વ. 75) તે પ્રાણજીવન અજાણીના પત્ની, સ્વ. ગંગાબેન વાઘજી કાનજી અજાણીના પુત્રવધૂ, સ્વ. કબુબેન કાકુભાઈ ગોપાલજી વ્યાસ (ગુંદિયાળી)ના પુત્રી, ભારતી હસમુખભાઈ મોતા, ગં.સ્વ. રમીલાબેન કૈલાસભાઈ મોતા, હસ્મીતાબેન હસમુખભાઈ મોતા, નીતેશના માતા, ઉમિયાશંકર, નાનાલાલ, ગં.સ્વ. વિજયાબેન ગોપાલજી નાગુ, મુક્તાબેન મોહનલાલ મોતા (મસ્કા), સ્વ. મંજુલાબેન મોહનલાલ વ્યાસ (મુંબઈ), મોંઘીબેન હરિરામ મોતા (બાગ)ના ભાભી, જિજ્ઞાબેન નીતેશભાઈ અજાણી, સ્વ. કૈલાસભાઈ તુલસીદાસ મોતા (નાગલપુર), હસમુખભાઈ નારણજી મોતા (બાગ), હસમુખભાઈ રાઘવજી મોતા (ભુજ)ના સાસુ, મયંક, હેમ, અદિતિ, કરણ, દેવ, હેતાંશ, યથાર્થ, વેદિકા, મહેત્વી, મિશ્વાના દાદી, સ્વ. આદિત્ય, શિવમ, હાર્દિક, જુગલ, રિશી, મીનાબેન મિતેશભાઇ માકાણી (ભુજ), દૃષ્ટિના નાની, દમયંતિબેન અજાણી, જયાબેન અજાણીના જેઠાણી, વિપુલ, નીતિન, મેહુલ, અક્ષય, સાવન, ધ્વનિ અનિલ નાગુ (બાગ)ના કાકી, સ્વ. મણિબેન વાલજી કાનજી અજાણી, સ્વ. નાનબાઈ ભવાનજી કાનજી અજાણી, સ્વ. ભચીબેન શંકરજી જોશી (મદ્રાસ), સ્વ. લક્ષ્મીબેન હરિરામ બોડા (ગુંદિયાળી), સ્વ. પાર્વતીબેન લાલજી જોશી (ભુજ)ના ભત્રીજાવહુ, રવિલાલ, રમેશભાઈ, હરેશભાઈ, કરશનભાઇ, ભાઈલાલભાઈ, હીરાલાલ, રમીલાબેન રાજેશભાઈ માકાણી (ગોધરા), પુષ્પાબેન કીર્તિભાઇ મોતાના બહેન તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 19-8-2026ના બપોરે 2થી 3 રાજગોર સમાજવાડી, શેખાઈબાગ, ગુંદિયાળી (માંડવી) ખાતે તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા સાંજે 4થી 5.30 પ્રાણજીવન વાઘજી અજાણીના નિવાસસ્થાને રાજગોર ફાર્મ, અંજલિનગર પાસે, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : જેનબબાઈ અબિઝરઅલી હાજીવાલા (ઉ.વ. 75) તે અબિઝરભાઈ મુ. અકબરઅલી હાજીવાલાના પત્ની, રબાબબહેન યુસુફભાઈ લોખંડવાલા, મ. દુરૈયાબેન યુસુફભાઈ જમાલીના માતા, હુસૈન, તાહેર, ઇન્શિયાના નાની, મ. કાયમભાઇ કાઠીવાલા, મોહમ્મદભાઇ કાઠીવાલા, શબ્બીરભાઈ કાઠીવાલા, મુલ્લા અમીરભાઈ કાઠીવાલા, શેખ આબિદભાઈ કાઠીવાલા, જુઝરભાઈ કાઠીવાલાના બહેન તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સીપારા તા. 18-8-2026ના મંગળવારે રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, મસાકિન નૂરિયાહ, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : શીલાબેન સોમપુરા (ઉ.વ. 81) તે સ્વ. મનોજભાઇ (નિવૃત્ત એસ.ટી.ઓ.)ના પત્ની, સરસ્વતીબેન કે. લાલપુરાના પુત્રવધૂ, ડિમ્પલ મયંકભાઇ પટેલ (યુ.એસ.એ.), નેહા મલયભાઇ શાહ (ભુજ), પ્રણય (પથુ)ના માતા, રીટા પ્રણય સોમપુરાના સાસુ, સુનંદાબેન દુર્ગેશભાઇ, સરોજબેન સુરેશભાઇના જેઠાણી, સ્વ. કુંદનબેન પ્રભુલાલ દવે (રાજકોટ)ના પુત્રી, નિત્યાના દાદી, નિયતિ, હેત, સમર્થના નાની, કેતન, રેના અશ્વિનભાઇ મહેતા (માધાપર), દેવાંગ, રાકેશ, સ્વ. અમિત, વિક્રમ (અમિત કોમ્પ્યુટર)ના કાકી, નીલમ, રક્ષા, કિરણ, શીતલ, એકતાના કાકીજી, કૌશલ્યાબેન પ્રવીણભાઇ પણિયા (માંડવી)ના વેવાણ તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 18-8-2026ના મંગળવારે બપોરે 3.30 વાગ્યે નિવાસસ્થાન ગોવાળ શેરીથી લોહાણા સ્મશાનગૃહે જશે.

ભુજ : સમા અદ્રેમાન બાંભણિયા (ઉ.વ. 65) તે સલીમ, અશરફ, હનીફ, અનવરના પિતા, સમા વાહેદ બાંભણિયા ઉર્ફે અડવાણી અને ગફુર સમાના ભાઇ, ઇશાક હાજી નૂરમામદ તથા જબાર, રઝાકના મામા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 18 અને 19-8-2026ના (બે દિવસ) નિવાસસ્થાન શાંતિનગર, સમા ફળિયાં, ભુજ ખાતે.

ભુજ : દિનેશભાઈ વિઠ્ઠલદાસ બ્રહ્મભટ (ઉ.વ. 70) તે દિવાળીબેનના પતિ, નિરંજન અને મિતાલીના પિતા, અમદાવાદ નિવાસી ભરતભાઈ વિઠ્ઠલદાસ બ્રહ્મભટ, મહેશભાઈ, રોહિતભાઈ, સ્વ. રાજુભાઈ, જનકભાઈના ભાઈ, સુનીલ ધનજીભાઈ પરમાર (દીનદયાલ પોર્ટ-ગાંધીધામ)ના સસરા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-8-2026ના ગુરુવારે સવારે 10થી 12 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, કચ્છમિત્ર સર્કલ, બિલેશ્વર મહાદેવ મંદિર રોડ પર, ભુજ ખાતે.

ભુજ : સુમરા મોહંમદ ઇશાક હુસેન (ભાછાભાઈ) (ઉ.વ. 76) તે રિયાઝ, વસીમ, રુક્ષાનાબેનના પિતા, સુમરા અઝીઝ (એમ.ઇ.એસ.), મ. સુમરા આમદ (એસ.ટી.), અબ્દુલગની (ગાંધીધામ), રુકિયાબેન, કુલસુમબેનના ભાઇ, સુમરા હસન, સુમરા રશીદના સાળા, સુમરા રમજુના સસરા, ફૈઝાનના નાના, સાહિલ, માહિરાના દાદા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-8-2026ના બુધવારે સવારે10 થી 11 મસ્જિદ-એ-આયશા, સુમરા ડેલી, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ આધોઈના શાંતિલાલ મંગળજી રાચ્છ (ઉ.વ. 66) તે સ્વ. કાશીબેન મંગળજીભાઈ મનજીભાઈ રાચ્છના પુત્ર, શિલ્પાબેનના પતિ, નીરવ, પ્રતીક, આદિત્યના પિતા, શીતલ, ધર્મિષ્ઠાના સસરા, રિયાંશુ, પ્રિયાંશુના દાદા, દેવુબેન બાબુલાલ હરિરામભાઈ કાથરાણી (મોરબી)ના જમાઇ, સ્વ. મણિલાલ, સ્વ. બચુલાલ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. સુરેશભાઈ, સુશીલાબેન મોહનલાલ કારિયા, ગં.સ્વ. સકુંતલાબેન રામજીભાઈ કતિરાના ભાઈ, સ્વ. ધનગૌરીબેન, સ્વ. મણિબેનના દિયર, મધુબેન લહેરીકાંત મોનાણી, જ્યોતિબેન રાજીવકુમાર મીરાણી, હિરેન, ધનસુખના કાકા, રમેશભાઈ, નીતાબેન હરેશભાઈ રૈયા, સોનલબેન હિતેશભાઈ નાથાણી, રૂપલબેનના બનેવી, સ્વ. કાનુબેન દયાળજીભાઈ મનજીભાઈ રામાણીના દોહિત્ર તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-8-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

નખત્રાણા : હાલે ભુજ રમીલાબેન ઓધવજી પલણ (ઉ.વ. 80) તે ઠક્કર ઓધવજી ચાંપશી (પેટ્રોલપંપ)ના પત્ની, સ્વ. ઠા. ચાંપશી ચત્રભુજના પુત્રવધૂ, સ્વ. કરશનદાસ હરિરામ સેજપાલ (માંડવી)ના પુત્રી, સ્વ. ભવાનજીભાઇ, સ્વ. ખીમજીભાઇ, સ્વ. માવજીભાઇ, મોહનભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. કસ્તૂરબેન પ્રાગજીભાઇ કોઠારી (કોટડા-રોહા)ના ભાભી, વિપુલભાઇ, જયભાઇ (જીમી), વર્ષાબેન, માધવીબેન સંજયભાઇ ઠક્કર (ગાંધીધામ), મીનલબેન યોગેશભાઇ દાવડા (મુંબઇ), મમતાબેનના માતા, છાયાબેન, વૈશાલીબેનના સાસુ, અક્ષ (ઓસ્ટ્રેલિયા), વિવાનના દાદી, ગં.સ્વ. પુષ્પાબેન ધીરજલાલ રાજદે (ભુજ), ચંદ્રકાન્તભાઇ સેજપાલ (માંડવી), વિજયભાઇ (ભુજ), ભરતભાઇ (ભુજ)ના બહેન તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-8-2026ના બુધવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

રતનાલ (તા. અંજાર) : વાલજીભાઈ શામજીભાઈ માતા (ઉ.વ. 56) તે સ્વ. શામજીભાઈ વિશ્રામભાઈ માતાના પુત્ર, સ્વ. ભગુભાઈ, રણછોડભાઈ, નારણભાઇ, રૂક્ષ્મણીબેન વાલજીભાઈ વરચંદ, વાસુબેન નારણભાઇ વરચંદના ભાઈ, બળવંતભાઈ ભગુભાઈ માતાના કાકા, શંભુભાઈ, ભરતભાઇ, ભાવેશભાઈ, નરાસિંહભાઈ, માયાબેન વિવેકભાઈ છાંગાના પિતા, રોનક, ઓમ, અભય, શ્રુતવી, શિવન્યા, આર્યાના દાદા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને યદુનંદન નગર, બસ સ્ટેશનની બાજુમાં, મોરી વિસ્તાર, રતનાલ ખાતે.

શિરવા (તા. માંડવી) : ભાનુશાલી ગાંગજીભાઇ (ઉ.વ. 68) તે સ્વ. પરમાબાઇ તથા સ્વ. કલ્યાણજી તુલસીદાસ ભદ્રાના પુત્ર, સ્વ. પરસોત્તમ, સ્વ. દામજીભાઇ, કાંતિલાલ, સ્વ. કસ્તૂરીબેન, મણિબેનના ભાઇ, કલ્પનાબેન વિનોદભાઇ મેંગર (માંડવી-મુંબઇ), જયશ્રીબેન વિનોદભાઇ માવ (જખૌ-ગાંધીધામ)ના પિતા, સ્વ. મંગલદાસ, સ્વ. સુંદરજીના ભત્રીજા, સ્વ. ભચીબાઇ લીલાધર મીઠિયા (ભવાનીપર)ના જમાઇ, રામજીભાઇ ભીમજી ગોરી (ભીમાણી) (શિરવા)ના દોહિત્ર તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-8-2026ના સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : મગન ભીમજી પોકાર (ઉ.વ. 68) તે મણિબેનના પતિ, ભરતભાઇ, નવીનભાઇ, લક્ષ્મીબેન, રેખાબેનના પિતા, રવજીભાઇના મોટા ભાઇ, સ્વ. મનજી પ્રેમજી, શિવજી પ્રેમજી, ગોવિંદ રામજી, કલ્યાણજી રામજી, કરશન રામજી, મણિબેન રામજી ધોળુ, વસંતીબેન દેવચંદ લીંબાણી, પ્રભાબેન અરવિંદ ભગતના કાકાઇ ભાઇ, નીલેશ રવજીના મોટાબાપા, જિજ્ઞાબેન, પૂજાબેનના સસરા, શુભમ, હેમ, રિશવ, હશીના દાદા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 18-8 અને 19-8-2026ના સવારે 8થી 12, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, મોટા રતડિયા ખાતે.

મસ્કા (તા. માંડવી) : ધિરેનગિરિ મોહનગિરિ ગુસાઈ (ઉ.વ. 44) તે ગં.સ્વ. લક્ષ્મીબેન શંભુગર ગુસાઈના પુત્ર, અનિતાબેનના પતિ, જિયા અને શૌર્યના પિતા, ગવરીગર, દિનેશગર, વાસંતીબેન (રાજકોટ), સ્વ. રસીલાબેન (રાજકોટ), દમયંતિબેન (મસ્કા), ગીતાબેન (મસ્કા), ગીતાબેન (મંગવાણા)ના ભત્રીજા, વિશાલ, સપનાબેન (રામાણિયા), કીર્તિબેન (માધાપર), મિથુન, રોહિત, સંગીતા, બંસીના ભાઈ, કલ્પનાબેન, હિનાબેન, પ્રિયાબેનના જેઠ, રુદ્રાંશ, ક્રિયાંસ, નિર્વાના મોટાબાપા, હરિઓમ, જૈમીન, મનન, રિયાંસના મામા, અરાવિંદગર શંકરગર (બિટ્ટા)ના જમાઈ, ઈશ્વર, વિવેક, ક્રિષ્નાના બનેવી, સ્વ. આનંદભારથી, સ્વ. કૌશિકભારથી (માધાપર)ના ભાણેજ, જિતેન્દ્રગર (રામાણિયા), મુકેશગર (માધાપર), નયન (માંડવી)ના સાળા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું ઉઠમણું તા. 19-8-2026ના બુધવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.

શેરડી (તા. માંડવી) : જત સાયમાબાનુ (ઉ.વ. 35) (હાલે કરાચી-પાકિસ્તાન) તે જત ઇસ્માઇલ મામદના ભાણેજી તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-8-2026ના સવારે 10થી 11 જમાતખાના, શેરડી ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : રામ બાનાયત (ઉ.વ. 64) તે સ્વ. સાંગા જેઠા બાનાયત તથા મેઘબાઈ (સોનબાઈ)ના પુત્ર, રાણશી, સ્વ. રાજદે, વાછિયા, ગોપાલ, કમશ્રી મેઘરાજ વરમલ, માકબાઇ વિશ્રામ વરમલના ભાઈ, વિજય, જિતેન્દ્ર, રાજલ, આરતીના પિતા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17, 18, 19-08-2026 સુધી ક્ષેત્રપાળ મંદિર, નાના કપાયા ખાતે.

મંજલ (તા. નખત્રાણા) : મંછાબા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. ગંભીરાસિંહ પ્રતાપાસિંહ જાડેજાના પત્ની, રઘુવીરાસિંહ પ્રતાપાસિંહ જાડેજાના ભાભી, કિરીટાસિંહ અને ભરતાસિંહના માતા, અસપતાસિંહ બળવંતાસિંહ, નરેન્દ્રાસિંહ મહિપતાસિંહ, પ્રદીપાસિંહ મહિપતાસિંહના કાકી, ક્રિપાલાસિંહ રઘુવીરાસિંહ, દિલીપાસિંહ રઘુવીરાસિંહના મોટા ભાભુ, જશવંતાસિંહ, મહેન્દ્રાસિંહ, દેવેન્દ્રાસિંહ, રવિરાજાસિંહ, ઇન્દ્રજિતાસિંહ, ધર્મરાજાસિંહ, કુલદીપાસિંહ, કરણાસિંહ, મનહરાસિંહના દાદી, અભયરાજાસિંહ, પરીક્ષિતાસિંહ, જશરાજાસિંહ, શોર્યરાજાસિંહના પરદાદી તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-8-2026 સુધી દરબાર ગઢ ડેલી, મંજલ ખાતે. ઉત્તરક્રિયા તા. 22-8-2026ના નિવાસસ્થાન મંજલ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે બેંગ્લોર કડવા પાટીદાર રતનબેન ભીમજીભાઇ ગોરાણી (ઉ.વ. 92) તે સ્વ. ભીમજી ધનજી ગોરાણીના પત્ની, સ્વ. માવજીભાઈ (ડોમ્બિવલી), ઝવેરીભાઈ (ગોવા), છોટાલાલભાઈ (બેંગ્લોર), ગાવિંદભાઈ (ડોમ્બિવલી)ના માતા, સ્વ. હીરજી રત્ના છાભૈયા (કોટડા જડોદર)ના પુત્રી તા. 17-8-2026ના બેંગ્લોર ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 19-8-2026ના સવારે 8.30થી 10.30 શાંતિલાલ મનજી ગોરાણીના નિવાસસ્થાન બસ સ્ટેશન, મોટી વિરાણી ખાતે.

કોટડા રોહા (તા. નખત્રાણા) : ગં.સ્વ. નાનબાઇ દેવજી કટારમલ (ઉ.વ. 92) તે સ્વ. દેવજીભાઇ મનજીભાઇના પત્ની તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-8-2026ના બુધવારે સાંજે 4થી 5 જૈન મહાજનવાડી, કોટડા રોહા ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ વાયોરના કુંભાર ઓસમાણ મામદ (ઉ.વ. 69) તે મ. સિધિક મામદ (વાયોર)ના નાના ભાઈ, અલીમામદ, હકીમ, મજીદ, કાદરના પિતા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-8-2026ના બુધવારે સવારે 10 વાગ્યે પેનલસા પીર કમ્પાઉન્ડ, કુંભાર સમાજવાડી, નલિયા ખાતે.

Panchang

dd