• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : મધુકરભાઈ અમૃતલાલ ધોળકિયા તે સ્વ. નર્મદાબેન એ. ધોળકિયાના પુત્ર, સ્વ. હર્ષદરાયભાઈ, નલિનભાઈ, સ્વ. ઈન્દુમતીબેન અંતાણી, સ્વ. વિમળાબેન વસાવડાના ભાઈ, અર્ચનાબેન ધોળકિયાના દિયર, અજય ધોળકિયા (અમેરિકા), પ્રીતિબેન દિવાનજી (મુંબઇ)ના કાકા તા. 12-8-2026ના  રીવા (મધ્યપ્રદેશ) ખાતે અવસાન પામ્યા છે. દેહદાન કર્યું છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : લોહાર મોહમ્મદ હુશૈન (આશરા) (મોખાળાવાળા) (ઉ.વ. 65) તે સોહેલ આશરાના પિતા, અબ્દુલ હુશૈન, સિકંદર હુશૈન, મ. તૈયબ હુશૈન, મ. જાફર હુશૈનના ભાઇ, ખાલિદ અબ્દુલ્લા, અસલમ જાફર, મુસ્તાક, હમીદના કાકા તા. 13-8-2026ના અવસાન પામ્યા છે.

અંજાર : અબ્દુલરહીમ (ઉ.વ. 69) તે મ. અબ્દુલરઝાક સરાણી (ઘડિયાળી-વકીલેવારા)ના પુત્ર, મ. અ.રશીદ, મ. અભુભાઇ ઘડિયાળીના ભત્રીજા, મ. અ.શકુર મોહંમદ શરીફ (રાયપુર)ના જમાઇ, મહેકના પિતા, મહેબૂબના મોટા ભાઇ, યાસીન અને ફહીમના મોટાબાપા તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-8-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 ખત્રી સમાજવાડી, વૈકુંઠધામ, યાદવનગર, અંજાર ખાતે.

મુંદરા : હાલે કોલકાતા ગિરિનારાયણ બ્રાહ્મણ ગં.સ્વ. બકુલાબેન (ઉ.વ. 74) તે સ્વ. રમેશચંદ્ર વલ્લભદાસ વ્યાસના પત્ની, સ્વ. મંજુબેન પ્રાણશંકર જાનીના પુત્રી, ભાનુભાઇ, સ્વ. જગદીશ, દિલીપ, શરદના બહેન, પ્રકાશ, સ્વ. ઉદય, અર્ચનાના માતા, સ્વ. ચંદ્રકલાબેન બળવંતરાય વ્યાસના દેરાણી તા. 11-8-2026ના કોલકાતા ખાતે અવસાન પામ્યા છે.

મુંદરા : બરકતઅલી અબ્દુલરસુલ ખોજા (માંડવીવાળા) (ઉ.વ. 76) તે માસુમાબેનના પતિ, યાસીનના પિતા તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. ફાતેહાખ્વાની (ઝિયારત) તા. 15-8-2026ના શનિવારે બપોરે 12 કલાકે ખોજા શિયા ઈશ્ના અસરી મસ્જિદ, ઈમામવાડા, હસનપીર બજારની બાજુમાં, મુંદરા ખાતે.

રાપર : મૌલિક પ્રકાશભાઇ ઝોટા (ઉ.વ. 29) તે સ્વ. ચાંદુબેન અને સ્વ. હીરાલાલના પૌત્ર, પ્રીતિબેન પ્રકાશભાઇ ઝોટાના પુત્ર, તેજલબેનનના પતિ, આરતીબેન નીલેશ ઝોટા, દીપાબેન અશ્વિન ઝોટા, રેખાબેન વસંત મોરબિયાના ભત્રીજા, મલવાડી સિદ્પા કુર્લી, આનંદ સિદ્પા કુર્લીના ભાણેજ, ક્રિપા, તુલસી, દિવ્યાના ભાઇ તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર કે પ્રાર્થનાસભા રાખેલ નથી.)

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ લોડાઇના કંચનબેન (ઉ.વ. 70) તે સ્વ. શાંતિલાલ હેમચંદ મહેતાના પત્ની, તરુણ, હિતેષના માતા, મંજુબેનના સાસુ, કાન્તિલાલ, લીલાધર, બાબુલાલ, ચંપાબેન હસમુખલાલ ખંડોર, ઉજમબેન રમણીકલાલ ચંદુરાના ભાભી, ખુશી, હેતના દાદી, લક્ષ્મીબેનના દેરાણી, પ્રભાબેન, સ્વ. લીલાવંતીબેનના જેઠાણી, અમીદૃષ્ટિશ્રીજી મહારાજ સાહેબના સંસારી કાકી, રમેશ, મનોજ, હરેશ, નિખિલ, કુલદીપ, મછત, સ્વ. અરુણા, રસીલા, ઝંખના, હેતલ, શીલાના કાકી, સ્વ. કેશવજી પરસોત્તમ શેઠ (કટારિયા)ના પુત્રી, સ્વ. ડાયાલાલભાઇ, દલસુખભાઇ, સ્વ. સ્વરૂપીબેન, સ્વ. પ્રેમુબેન, સ્વ. અમૃતબેન, સ્વ. લાડુબેન, સ્વ. શાંતાબેન, પુષ્પાબેન, ચંચળબેનના બહેન તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-8-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 જૈન ઉપાશ્રય, આદિનાથ સોસાયટી, વર્ધમાનનગર, ભુજોડી ખાતે.

ખેડોઈ (તા. અંજાર) : લિંબાણી તારાબેન તે સ્વ. મણિલાલ અરજણ લિંબાણીના પત્ની, અશોકભાઈ, ધર્મેશભાઈ, ઉર્મિલાબેનના માતા, પરસોત્તમભાઈ, સ્વ. વિઠ્ઠલભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. કરસનભાઈ, વસંતભાઈશાંતાબેન, પારૂબેન, નબુબેનના ભાભી, સ્વ. ભાણીબેન, ગ.સ્વ. ગોમતીબેનના દેરાણી, સ્વ. હંસાબેન, શારદાબેનના જેઠાણી, દક્ષાબેન અને જિતેન્દ્રભાઈના સાસુ, કિશન અને શિવમના દાદી તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ખેડોઈ ખાતે.

ફરાદી (તા. માંડવી) : ચવાણ રમજુ સાલુ (ઉ.વ. 70) તે જાફરના પિતા, હલીમાબાઈ, બાબુ, ગુલમામદ, હાજરાબાઈના ભાઈ, સમેજા ઇસ્માઇલ રમજુના મામા, મ. ચવાણ દાઉદ આરબના મામા સસરા તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-8-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ફરાદી ખાતે.

નેત્રા-મફતનગર (તા. નખત્રાણા) : ડાયાભાઇ ગંઢેર (ઉ.વ. 61) તે સ્વ. ડેમાબેન તથા સ્વ. દેવજીભાઇના પુત્ર, જીવાબેનના પતિ, ધર્મેશ, રમેશ, દમયંતીબેન મગનભાઇ ભદ્રુ (બેરૂ), ભચીબેન હરેશભાઇ ગોરડિયા (ધારેશી), મણિબેન અશોકભાઈ બલિયા (લક્ષ્મીપર), વનિતાબેન અશોકભાઈ સીજુ (કોટડા-મઢ), પ્રેમિલાબેન હંસરાજ બડિયા (કોઠારા), દક્ષાબેન દિનેશભાઇ ભદ્રુ (વ્યાર)ના પિતા, મુકેશભાઇ, મનજીભાઈ, હીરાભાઈ, લક્ષ્મીબેન ધનજીભાઈ જેપાર (કોટડા-મઢ), હાંસીબેન છગનભાઈ બડિયા (કોટડા-જ.)ના ભાઇ, લતાબેનના સસરા, માહિર, આરવ, નૈતિકના દાદા, સ્વ. જુમાભાઇ આણંદ ગંઢેર, હીરાભાઈ (થાવર) આણંદ ગંઢેર, સામતભાઇ આણંદભાઇ ગંઢેર, અરજણ પબા ગંઢેર, બુદ્ધાભાઇ પબા ગંઢેર, ગાવિંદભાઇ પબા ગંઢેરના કાકાઇ ભાઇ, નાથા નારાણ ભદ્રુ (મથલ), વેરશી નારાણ ભદ્રુ (મથલ), કાનજી નારાણ ભદ્રુ (મથલ), ઇશા નારાણ ભદ્રુ (મથલ)ના ભાણેજ, લખમશી ખજુરિયા ખંભુ (લાખાપર)ના જમાઇ તા. 12-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયાઓ તા. 22-8-2026ના સાંજે બારસ અને તા. 23-8-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન આંબેડકર ચોક, નેત્રા, મફતનગર, ખાતે.

વેરસલપર (તા. નખત્રાણા) : મણિબેન રૂડાણી (ઉ.વ. 83) તે માવજી કાનજી રૂડાણીના પત્ની, પ્રેમજી કાનજી ધોળુ (દુજાપર)ના પુત્રી, પરસોત્તમભાઇ, નર્મદાબેન જેન્તીલાલ છાભૈયા (વરઝડી), અમૃતબેન કાંતિભાઇ રામાણી (નખત્રાણા હાલે બેંગ્લોર), લીલાબેન શાંતિલાલ વસાણી (વિરાણી નાની), નવીનભાઇના માતા, હંસાબેન તથા શ્વેતાબેનના સાસુ, હિનાબેન મહેશભાઇ લિંબાણી (મુંદરા), જિજ્ઞેશ, નરેશ, અર્પિતા, રિદ્ધિ, દર્શનના દાદી, અલ્પાબેન અને પ્રિયાબેનના દાદીજી, જીયાન અને ખુશીના પરદાદી તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-8-2026ના શુક્રવારે સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વેરસલપર ખાતે.

જિંજાય (તા. નખત્રાણા) : સમેજા કરીમાબાઇ આચાર (ઉ.વ. 70) તે હાસમ, ઇશાક, ઉમરના માતા, સોઢા હુશેન કેસર, અધ્રેમાન, જુસબ, સાલેમામદ, અલીમામદના બહેન, સમેજા મામદના સાસુ તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 16-8-2026ના રવિવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન જિંજાય ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : ક.પા. વિશ્રામભાઇ જીવરાજ રૂડાણી (ઉ.વ. 88) તે સ્વ. કુંવરબેનના પતિ, સ્વ. પ્રેમજીભાઇ, રમેશભાઇ, શાન્તિલાલ, સ્વ. શાન્તાબેન, નર્મદાબેન (હળવદ)ના પિતા, સ્વ. પરબતભાઇ, સ્વ. નાનજીભાઇ, ગંગદાસભાઇના ભાઇ, સ્વ. નારાણ મૂળજી, સ્વ. ગોપાલ કાનજી, સ્વ. ખીમજી કાનજીના કાકાઇ ભાઇ, તનસુખ, પ્રફુલ, ભરત, કિરણ, જયશ્રીબેન, તરુણાબેન, પ્રીતિબેન, હેતલબેન, સ્મિતાબેનના દાદા, ચંદુભાઇ, તુલસીભાઇ, બાબુલાલ, રમણીકભાઇ, સ્વ. ધીરજભાઇ, સ્વ. નરોત્તમભાઇના મોટાબાપુ તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-8-2026ના બપોરે 3થી 5 કડવા પાટીદાર સમાજવાડી, દેવીસર ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : અનિરુદ્ધસિંહ બાપાલાલ જાડેજા તે સ્વ. ભરતસિંહ, સ્વ. રણજિતસિંહ, સ્વ. વિક્રમસિંહ, નરેન્દ્રસિંહના ભાઇ, બ્રિજરાજસિંહ, હરદીપસિંહના પિતા, દિવ્યરાજસિંહ, જયદીપસિંહના મોટાબાપુ તા. 13-8-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 19-8-2026ના દરબારગઢ ડેલી, મંજલ ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : હાલે મુલુંડ ચેકનાકા મંગલભાઈ ભાણજીભાઈ ઉડિયાણ (ઉ.વ. 68) તે   ગં.સ્વ. મૂલબાઈ ભાણજીભાઈ ઉડિયાણના મોટા પુત્ર, સ્વ. વિશ્રામભાઈ, સ્વ. દયારામભાઈ,સ્વ. જશોદાબેન, શંકરભાઈ, ગોપાલભાઈ, હરેશભાઈ, રમેશભાઈના મોટા ભાઈ, રીંકલબેન, રાજુભાઈ, જયુભાઈ, કૃપાબેન, કરનભાઈ, સાગરભાઈ, ડિમ્પલબેન, સંયસંભાઈના મોટા બાપુ તા.11-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-8-2026 શુક્રવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી સાંધાણ, નિવાસસ્થાને. 

મુંબઇ (ડોમ્બીવલી) : મૂળ કચ્છ-વડજરના નિર્મળાબેન કારિયા (ઉ.વ. 86) તે શંકરલાલ કુંવરજી કારિયા (ઠક્કર)ના પત્ની, સ્વ. રુક્ષ્મણીબેન વિઠ્ઠલદાસ પવાણી (ગુંદાલા-મુંબઇ)ના પુત્રી, હિતેષ, મનોજ, રાજેશના માતા, રીટા, નયના, ઉષાના સાસુ, પાયલ દિલેશ અનમ, આશિષ, નિયતી, નીતિના દાદી, સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રતિમાબેન, જયાબેન, સ્વ. રુક્ષ્મણીબેન, સ્વ. દમયંતીબેનના ભાભી, ગં.સ્વ. ધનલક્ષ્મીબેન, ગં.સ્વ. તારાબેન, સ્વ. હેમાબેન, સ્વ. વસંતભાઇ, મીનાબેનના મોટા બહેન તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-8-2026ના સાંજે 5થી 7 સંત સેના મહારાજ સભાગૃહ, બાલાજી દર્શન બિલ્ડિંગ, એસ.વી. જોશી હાઇસ્કૂલ પાછળ, છેડા રોડ, મસ્કર વાડાની બાજુમાં, ડોમ્બીવલી (પૂર્વ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

Panchang

dd